Not Set/ ‘બધાઈ હો’ની રિલીઝ ડેટ બદલાઈ, હવે નહીં જોવી પડે વધુ રાહ…

મુંબઈ આયુષ્માન ખુરાના અને સાન્યા મલ્હોત્રાની કોમેડી ડ્રામા ફિલ્મ ‘બધાઈ હો’ માટે હવે દર્શકોએ વધુ રાહ નહીં જોવી પડે કેમ કે આ ફિલ્મ પહેલા દશેરા પર 19 ઓક્ટોમ્બરે રિલીઝ થવાની હતી પરંતુ હવે તેની રિલીઝ ડેટ બદલીને એક દિવસ પહેલા કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બધાઈ હો 18 ઓક્ટોમ્બરે રિલીઝ કરવામાં આવશે. મૂવીનું ટ્રેલર […]

Trending Entertainment
6tt 'બધાઈ હો'ની રિલીઝ ડેટ બદલાઈ, હવે નહીં જોવી પડે વધુ રાહ...

મુંબઈ

આયુષ્માન ખુરાના અને સાન્યા મલ્હોત્રાની કોમેડી ડ્રામા ફિલ્મ ‘બધાઈ હો’ માટે હવે દર્શકોએ વધુ રાહ નહીં જોવી પડે કેમ કે આ ફિલ્મ પહેલા દશેરા પર 19 ઓક્ટોમ્બરે રિલીઝ થવાની હતી પરંતુ હવે તેની રિલીઝ ડેટ બદલીને એક દિવસ પહેલા કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે બધાઈ હો 18 ઓક્ટોમ્બરે રિલીઝ કરવામાં આવશે. મૂવીનું ટ્રેલર પહેલાથી ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. આ એક વધુ ઉમર વાળી મહિલાની ગર્ભવતી થવાની સ્ટોરી છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં નીના ગુપ્તા પણ જોવા મળી રહી છે.

આપને જણાવી દઈએ કે ફિલ્મના પ્રમોશન માટે આયુષ્માન ખુરાના અને ફિલ્મ નિર્માતાઓએ 10 ઓક્ટોમ્બરે મુંબઈમાં 50 પ્રેગ્નેંટ મહિલાઓનું બેબી શાવર પ્લાન કર્યું હતું.

આયુષ્માનને ટ્વીટ કરીનને સૌથી મોટા બેબી શાવરની જાણકારી આપી હતી. પોસ્ટમાં લખ્યું હતું કે ‘જો તમે 5 મહિના કે તેનાથી વધારે મહિનાની પ્રેગ્નેંટ છો, તો તેમ આ ખુશખબરીને અમારા સાથે સેલિબ્રેટ કરો. આ સેલિબ્રેશન ફિલ્મના પ્રમોશનનો એક ભાગ હતો.

નીના ગુપ્તાએ કહ્યું કે માતૃત્વનો અનુભવ કરનાર કોઈ પણ મહિલા માટે આ ક્ષણ ખુબ જ ખાસ હોય છે. મારા નિકટના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં આ ‘સારા સમાચાર’ની ઉજવણી કરવી તેનેથી સારી વાત શું હોય શકે છે.