Bollywood/ પ્રાઇમ વીડિયોએ તેની પ્રથમ ભારતીય એમેઝોન ઓરિજિનલ મૂવી માજા મા ની જાહેરાત કરી

“દમદાર વાર્તા સાથે ફિલ્મ કર્ણપ્રિય સંગીત ધરાવે છે, જેને સ્ટોરી સાથે વણી લેવામાં આવ્યું છે. આનંદ તિવારી અને અમૃતપાલ સિંહ બિન્દ્રા સાથે ફરી જોડાણ કરવાની ખુશી છે તથા અમને ખાતરી છે કે, મજા મા દુનિયાભરના અમારા દર્શકોને પસંદ પડશે.”

Trending Entertainment
પ્રાઇમ વીડિયોએ

ભારતનું સૌથી મનપસંદ મનોરંજન કેન્દ્ર પ્રાઇમ વીડિયોએ આજે એના પ્રથમ ભારતીય એમેઝોન ઓરિજિનલ મૂવી મજા માના આંતરરાષ્ટ્રીય પ્રીમિયરની જાહેરાત કરી હતી. લીયો મીડિયા કલેક્ટિવ અને અમૃતપાલ સિંહ બિન્દ્રા દ્વારા નિર્મિત, આનંદ તિવારી દ્વારા નિર્દેશિત અને સુમિત બાઠેજા દ્વારા લિખિત મજા મા પારિવારિક મનોરંજન ફિલ્મ છે, જે પરંપરાગત તહેવાર અને આકર્ષક રંગીન ભારતીય લગ્નની પૃષ્ઠભૂમિ ધરાવે છે. મનોરંજન, હૃદયસ્પર્શી અને વિચારપ્રેરક ડ્રામા ફિલ્મ અનપેક્ષિત વળાંકો ધરાવે છે, જેમાં મુખ્ય ભૂમિકામાં માધુરી દિક્ષિત છે, જેને તમે અગાઉ ક્યારેય ન જોયેલી ભૂમિકામાં જોશો.

વળી ફિલ્મમાં ગજરાજ રાવ, રિત્વિક ભૌમિક, બરખા સિંહ, સૃષ્ટિ શ્રીવાસ્તવ, રજિત કપૂર, શીબા ચઢ્ઢા, સિમોન સિંહ, મલ્હાર ઠાકર અને નિનાદ કામત સહિત વિવિધ કલાકારોએ અભિનયના ઓજસ પાથર્યા છે. ભારત અને 240થી વધારે દેશો અને વિસ્તારોમાં પ્રાઇમ મેમ્બર્સ આ અતિ આતુરતાપૂર્વક રાહ જોવાતી એમેઝોન ઓરિજિનલ મૂવીને 6 ઓક્ટોબરથી જોઈ શકે છે.

મજા મા પ્રાઇમ વીડિયો ઇન્ડિયાની વિવિધ ઓરિજિનલ મૂવી પૈકીની પ્રથમ ફિલ્મોમાં સામેલ છે, જે આકર્ષક, વાસ્તવિક અને દર્શકો સાથે સીધું જોડાણ ધરાવતી વાર્તાઓ ધરાવે છે. પરિણામે ભારતમાં દર્શકોને બાંધી રાખવા સાથે દુનિયાભરના દર્શકોની લાગણીઓનો પડઘો પાડે છે.

પ્રાઇમ વીડિયોના ઇન્ડિયા ઓરિજિનલ્સના હેડ અપર્ણા પુરોહિતે કહ્યું હતું કે, “અમને અમારા વિવિધ ગ્રાહકો માટે અમારી પ્રથમ એમેઝોન ઓરિજનલ મૂવી પ્રસ્તુત કરવાનો આનંદ છે. ભારતમાં અહીં અમારા પોતાના ઓરિજિનલ મૂવી નિર્માણમાં પ્રવેશ કરવું એ સ્વાભાવિક પગલું હતું, કારણ કે અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાઓ આપવા અમારા માટે વધુ એક વિકલ્પ ઊભો કર્યો છે, જે સંપૂર્ણ મનોરંજન પૂરું પાડે છે, જે ગ્રાહકોને આનંદ આપશે અને તેમને જોડી રાખશે. મજા મા ઘણી ઓરિજિનલ મૂવીઓમાં પ્રથમ છે, જે અમારી સર્વિસ પર સીધી પ્રસ્તુત થશે. આ મૂવી વિશેષ પણ છે, કારણ કે તેમાં મહિલા નાયક અને તેની સમર્પણની ક્ષમતાને સુંદર રીતે વ્યક્ત કરવામાં આવી છે અને એ પણ બોલીવૂડ આઇકોન માધુરી દીક્ષિત દ્વારા.”

તેમણે ઉમેર્યું હતું કે, “દમદાર વાર્તા સાથે ફિલ્મ કર્ણપ્રિય સંગીત ધરાવે છે, જેને સ્ટોરી સાથે વણી લેવામાં આવ્યું છે. આનંદ તિવારી અને અમૃતપાલ સિંહ બિન્દ્રા સાથે ફરી જોડાણ કરવાની ખુશી છે તથા અમને ખાતરી છે કે, મજા મા દુનિયાભરના અમારા દર્શકોને પસંદ પડશે.”

મજા મા ના નિર્દેશક આનંદ તિવારીએ કહ્યું હતું કે, “હું ખરેખર માનું છું કે, હાલ દર્શકો તાજી, વિવિધતાસભર અને આધુનિક અભિગમ ધરાવતી સામગ્રી જોવા આતુર છે, જે ભલે સરળતાપૂર્વક રજૂ થઈ હોય. દર્શકો નવા પ્રકારની સ્ટોરીઓ સ્વીકારવા તૈયાર છે અને નવો અનુભવ લેવા માગે છે. મજા મા આ તમામ બાબતો ધરાવે છે. દર્શકોને હસાવવાની સાથે હૃદયસ્પર્શી રીતે આ સુંદર સ્ટોરી અતિ વિવિધતાસભર પાત્ર ધરાવે છે, જેમણે સુંદર રીતે પોતાનું કામ કર્યું છે. મને ખુશી છે કે, મજા માનું પ્રીમિયર પ્રાઇમ વીડિયો પર થશે. આ ખરાં અર્થમાં ભારતીય સામગ્રીને દુનિયાભરના દર્શકો સુધી પહોંચે છે.”

મજા મા ના નિર્માતા અમૃતપાલ સિંહ બિન્દ્રાએ કહ્યું હતું કે, “આ પ્રાઇમ વીડિયો સાથે મારો બીજો પ્રોજેક્ટ છે. પ્રથમ પ્રોજેક્ટ બંદિશ બેન્ડિટ્સને સારી સફળતા મળી છે. મને સર્વિસ પર મજા માનું પ્રીમિયર બદલ ખુશી છે. આ મૂવી અમારા તમામ માટે પ્રેમ સાથેની મહેનત છે, જેમાં પ્રતિભાશાળી કલાકારો સાથે મહેનત કરનારી ટીમના દરેક સભ્યોએ દર્શકોને આ રોમાંચક ફિલ્મ પ્રસ્તુત કરવા તેમની શ્રેષ્ઠ કામગીરી કરી છે. પરિણામે આ રસપ્રદ સ્ટોરી રજૂ થઈ છે, માનવીય લાગણીઓ એકબીજા સાથે વણાઈ ગઈ છે અને જીવનના કેટલાંક બોધપાઠો રજૂ કરે છે, જે લાંબા સમય પછી દર્શકો સાથે ફિલ્મ જોવાની મજા આપશે. હું દેશમાં અને બહારના દર્શકો પાસેથી આ સુંદર સ્ટોરી પર પ્રતિક્રિયા મેળવવા આતુર છું.”

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સીટી પાસે 7માં માળેથી લીફ્ટ તુટતા 7 મજુરોના મોત

આ પણ વાંચો: ગુજરાતમાં આરોગ્ય કર્મીઓનું અલ્ટીમેટમ,માગણીઓ સ્વીકારવમાં નહીં આવે તો આવતીકાલથી આંદોલનની ચીમકી

આ પણ વાંચો:ગોવામાં કોંગ્રેસના 11માંથી 8 ધારાસભ્યો ભાજપમાં જોડાશે!ભાજપ પ્રદેશ અધ્યક્ષનો દાવો