Not Set/ #INDvAUS : પંતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર કર્યો કમાલ, આ મામલે ધોનીને પણ છોડ્યો પાછળ

એડિલેડ, એડિલેડ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે ભારતે ૩ વિકેટના નુકશાને ૧૫૧ રન રન બનાવીલીધા છે અને ૧૬૬ રનની મહત્વપૂર્ણ લીડ હાંસલ કરી લીધી છે.   જો કે આ ટેસ્ટ દરમિયાન ભારતના વિકેટકીપર ઋષભ પંતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક રેકોર્ડ […]

Trending Sports
images #INDvAUS : પંતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર કર્યો કમાલ, આ મામલે ધોનીને પણ છોડ્યો પાછળ

એડિલેડ,

એડિલેડ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે ભારતે ૩ વિકેટના નુકશાને ૧૫૧ રન રન બનાવીલીધા છે અને ૧૬૬ રનની મહત્વપૂર્ણ લીડ હાંસલ કરી લીધી છે.  

જો કે આ ટેસ્ટ દરમિયાન ભારતના વિકેટકીપર ઋષભ પંતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક રેકોર્ડ હાંસલ કરી લીધો છે. એડિલેડ ટેસ્ટના ત્રીજા દિવસે પંતે વિકેટકિપીંગમાં જલવો બતાવતા કુલ ૬ બેટ્સમેનોના કેચ લપક્યા છે.

Related image

 

ઋષભ પંતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ મેચમાં સૌથી વધુ કેચ ઝડપનાર વિકેટકીપર બની ગયો છે. આ મામલે પંતે ભારતના પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીને પાછળ છોડી દીધો છે, જયારે કાંગારું વિકેટકીપર બ્રેડ હેડિનની બરાબરી કરી લીધી છે.

બ્રેડહેડિને ૨૦૦૪માં ભારત વિરુધ બ્રિસબેન ટેસ્ટમાં ૬ કેચ પકડ્યા હતામ જયારે એમ એસ ધોનીએ ૨૦૦૮માં રમાયેલી ટેસ્ટમાં ૫ કેચ ઝડપ્યા હતા.