IND vs WI 3rd ODI/ વનડે શ્રેણીમાં આ યુવા ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની અંતિમ મેચ આવતીકાલે એટલે કે 11 ફેબ્રુઆરીએ રમાશે. રોહિત બ્રિગેડે પ્રથમ બે વન-ડે જીતીને શ્રેણી પહેલા જ જીતી લીધી છે. આવી સ્થિતિમાં ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયા ઘણા ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે

Sports
9 7 વનડે શ્રેણીમાં આ યુવા ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની અંતિમ મેચ આવતીકાલે એટલે કે 11 ફેબ્રુઆરીએ રમાશે. રોહિત બ્રિગેડે પ્રથમ બે વન-ડે જીતીને શ્રેણી પહેલા જ જીતી લીધી છે. આવી સ્થિતિમાં ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયા ઘણા ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે.

ફાસ્ટ બોલર અવેશ ખાનને ઘણી વખત ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી. આવી સ્થિતિમાં જ્યારે ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે સીરિઝ જીતી ચૂકી છે ત્યારે કેપ્ટન રોહિત શર્મા ભારત તરફથી રમવાનું અવેશ ખાનનું સપનું પૂરું કરી શકે છે.

લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈને વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI અને T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. તેની પ્રથમ વખત રાષ્ટ્રીય ટીમમાં પસંદગી થઈ છે. ભારતે શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા ત્રીજી અને અંતિમ મેચમાં યુવા લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતે બીજી વનડે 44 રને જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની દ્વિપક્ષીય વનડે શ્રેણીમાં ભારતની આ રેકોર્ડ 11મી શ્રેણી જીત હતી. આ સાથે, ટીમ ઈન્ડિયા ODI ક્રિકેટના ઈતિહાસમાં એક ટીમ સામે સંયુક્ત રીતે સૌથી વધુ દ્વિપક્ષીય શ્રેણી જીતનારી ટીમ બની ગઈ છે. પાકિસ્તાને 1996 થી 2021 વચ્ચે શ્રીલંકા સામે સતત 11 વનડે શ્રેણી જીતી હતી.