AUS vs SL/ શ્રીલંકા પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયાને  લાગ્યો આંચકો, મુખ્ય કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડ કોરોના પોઝિટિવ

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે કહ્યું કે ઓસ્ટ્રેલિયાની પુરૂષ ટીમના મુખ્ય કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ પછીથી શ્રીલંકા જશે.

Top Stories Sports
a 2 1 શ્રીલંકા પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયાને  લાગ્યો આંચકો, મુખ્ય કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડ કોરોના પોઝિટિવ

શ્રીલંકા પ્રવાસ પર રવાના થતા પહેલા ઓસ્ટ્રેલિયા માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ટીમના મુખ્ય કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને હવે તેઓ શ્રીલંકા પ્રવાસમાંથી બહાર થઈ જશે. ઓસ્ટ્રેલિયન ટીમ શ્રીલંકા રવાના થાય તે પહેલા બુધવારે હાથ ધરાયેલા ટેસ્ટમાં 40 વર્ષીય એન્ડ્ર્યુ મેકડોનાલ્ડ પોઝિટિવ જોવા મળ્યો હતો. તે એક સપ્તાહ માટે મેલબોર્નમાં આઈસોલેશનમાં રહેશે અને 8 જૂને બીજી T20 પહેલા કોલંબોમાં ટીમ સાથે જોડાશે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે કહ્યું કે ઓસ્ટ્રેલિયાની પુરૂષ ટીમના મુખ્ય કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ પછીથી શ્રીલંકા જશે. તેમની ગેરહાજરીમાં સહાયક કોચ માઈકલ ડી વેનુટો ટીમને માર્ગદર્શન આપશે. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા ત્રણ ટી-20 અને પાંચ વનડે મેચ રમશે. આ પછી ગાલેમાં બે ટેસ્ટ મેચ રમાવાની છે. બંને ટીમો વચ્ચે પ્રથમ T20 કોલંબોમાં 7 જૂને રમાશે.

આ પણ વાંચો:બંગાળી ગાયકની KK પર વિવાદાસ્પદ ટિપ્પણી, કહ્યું- ‘અમે તેમના કરતા સારા ગીતો ગાઈ શકીએ’

આ પણ વાંચો: ઘાટીમાં 31 દિવસમાં 7 લોકોની ટાર્ગેટ કિલિંગ, આતંકવાદીઓના નિશાન પર નાગરિકો

આ પણ વાંચો:સ્મૃતિ ઈરાનીએ સત્યેન્દ જૈનને કહ્યા ‘બનાવટી કંપનીઓના માલિક’, કેજરીવાલ સામે રાખ્યા 10 સવાલ

logo mobile