Not Set/ મદ્રાસ હાઇકોર્ટે આકરી ટીકા કરતા કહ્યું સર્વોપરી દેશ છે કે ધર્મ?

કર્ણાટકમાં હિજાબ વિવાદ વચ્ચે તામિલનાડુમાં ધોતી વિવાદને લઈને મામલો ગરમાયો છે. કેટલાક લોકોએ ડ્રેસ કોડને લઈને વિવાદ ઊભો કર્યો છે

Top Stories India
મદ્રાસ મદ્રાસ હાઇકોર્ટે આકરી ટીકા કરતા કહ્યું સર્વોપરી દેશ છે કે ધર્મ?

કર્ણાટકમાં હિજાબ વિવાદ વચ્ચે તમિલનાડુમાં ધોતી વિવાદને લઈને મામલો ગરમાયો છે. કેટલાક લોકોએ ડ્રેસ કોડને લઈને વિવાદ ઊભો કર્યો છે અને તે સમગ્ર ભારતમાં ફેલાઈ રહ્યો છે. આ દરમિયાન મદ્રાસ હાઈકોર્ટે ગુરુવારે મંદિરોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લાવવા અંગે સુનાવણી હાથ ધરી હતી. અરજીકર્તાએ માંગ કરી છે કે સરકારે મંદિરોમાં પ્રવેશ માટે ડ્રેસ કોડ નક્કી કરવાનો આદેશ આપવામાં આવે. કોર્ટે આ મામલે ટિપ્પણી કરી કે સર્વોપરી શું છે, દેશ કે ધર્મ?

ગુરુવારે, મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એમએન ભંડારી અને ન્યાયમૂર્તિ ડી ભરત ચક્રવર્તીની બેંચે કહ્યું, “તે ખરેખર ચોંકાવનારું છે, કોઈ ‘હિજાબ માટે કે કોઇ અન્ય વસ્તુઓ માટે કોર્ટમાં અરજી કરી દે છે. ધર્મના નામ પર દેશને વિભાજીત કરવા સિવાય કશું નથી. ધર્મનિરપેક્ષ ભારતને રેખાંકિત કરતા કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ ભંડારીએ કહ્યું, “હાલના કેસમાંથી જે બહાર આવી રહ્યું છે તે ધર્મના નામે દેશને વિભાજિત કરવાનો પ્રયાસ છે. સર્વોપરી શું છે? દેશ કે ધર્મ?

તિરુચિરાપલ્લી જિલ્લાના શ્રીરંગમના રંગરાજન નરસિમ્હને દાખલ કરેલી પીઆઈએલની સુનાવણી દરમિયાન બેન્ચે આ અવલોકન કર્યું હતું. નરસિમ્હન ઇચ્છે છે કે કોર્ટ મંદિરોમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકે અને તમિલનાડુ સરકારના હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોવમેન્ટ્સ વિભાગ (HR&CE)ને મંદિરોમાં પ્રવેશતા ભક્તો માટે ડ્રેસ કોડની ખાતરી કરવા આદેશ આપે