Cricket/ દર્શકો દ્વારા બોલ પરત ન કરાતા હાર્દિકે કર્યો આ ઈસારો, જુઓ Video

શુક્રવારનો દિવસ ઈંગ્લેન્ડ માટે ખાસ રહ્યો હતો. અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 8 વિકેટે પરાજીત કરી ટેસ્ટનો બદલો લેવાનો પ્રયત્ન કર્યો હતો.

Sports
ગરમી 58 દર્શકો દ્વારા બોલ પરત ન કરાતા હાર્દિકે કર્યો આ ઈસારો, જુઓ Video

શુક્રવારનો દિવસ ઈંગ્લેન્ડ માટે ખાસ રહ્યો હતો. અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 8 વિકેટે પરાજીત કરી ટેસ્ટનો બદલો લેવાનો પ્રયત્ન કર્યો હતો. આક્રમક બેટ્સમેનો હોવા છતા ભારતીય ટીમ માત્ર 124 રન પર આઉટ થઇ ગઇ હતી. જે સ્કોરને ઈંગ્લેન્ડની ટીમે માત્ર 15.3 ઓવરમાં મેળવી લીધો હતો.

Cricket / રાહુલ બન્યો સુપરમેન, ઉચી છલાંગ લગાવી આ રીતે રોક્યો છક્કો, જુઓ Video

આ મેચમાં ઈંગ્લેન્ડ ટીમનાં ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને તેની શાનદાર બોલિંગ બદલ મેન ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો. આર્ચરે આક્રમક બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી અને ભારતીય બેટ્સમેનોને ખૂબ પરેશાન કર્યા હતા. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે આસાનીથતી ભારતીય ટીમનાં ટાર્ગેટને મેળવી લીધો હતો. જો કે આ મેચમાં એવી ઘણી ઘટનાઓ બની કે જેણે દરેકનું ધ્યાન ખેંચ્યુ અને દરેકને રોમાંચિંત કર્યા હતા. એક તરફ, રિષભ પંત અને હાર્દિક પંડ્યાનાં અનોખા શોટ્સે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચાહકોનું મન જીતી લીધું હતું, ત્યારે ચાહકોએ પણ પોતાનું મનોરંજન કર્યું હતું. આપને જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડની ઈંનિંગની પાંચમી ઓવરમાં બેટ્સમેન જોસ બટલરે અક્ષર પટેલનાં બોલ પર લાંબી સિક્સર ફટકારી હતી, જેના કારણે બોલ પ્રેક્ષકોમાં પડ્યો હતો, બોલ તેની તરફ આવતા જોઈને પ્રેક્ષકોમાં અજીબ માહોલ બની ગયો હતો. ફેન્સ આ બોલને પકડવાની રેસમાં લાગી ગયા હતા.

https://twitter.com/pant_fc/status/1370404067277635588?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1370404067277635588%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Fcricket%2Fhardik-pandya-loses-his-temper-as-fans-don-t-return-the-ball-watch-video-india-vs-england-1st-t20i-hindi-2389967

Cricket / પ્રથમ ટી-20માં હાર બાદ ફેન્સને યાદ આવ્યા હિટમેન રોહિત શર્મા

દર્શકો વચ્ચે લાંબા સમય સુધી બોલ રહ્યો અને તેમણે મેદાનમાં આ બોલને પરત ફેંક્યો નહી, જે જોઇને ભારાતીય ક્રિકેટર ખૂબ ગુસ્સે ભરાયેલો જોવા મળ્યો હતો. આ જોઇને હાર્દિકે પ્રેક્ષકો તરફ ધ્યાન દોર્યું અને જલ્દીથી બોલ ફેંકવા કહ્યુ. હાર્દિક દર્શકોની આ વર્તણૂકથી ખૂબ નારાજ થયો હતો. આ સમયે ભારતીય ઓલરાઉન્ડરે પ્રેક્ષકો તરફ હાથ લંબાવીને નારાજગી વ્યક્ત કરી હતી. હાર્દિકને ગુસ્સે થતા જોઈને દર્શકે બોલ પાછો ફેક્યો હતો. એમ્પાયરે બોલ પાછો લઇ અને તેને સેનેટાઈઝ કર્યો હતો, પછી રમત ફરી શરૂ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમે હાર્દિક પંડ્યાનાં ચહેરોનાં હાવ-ભાવ જોવા જેવા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ