Not Set/ ફેસબુક પર ૧૫ હજાર લાઈક્સ અને Twitter પર ૫ હજાર ફોલોઅર્સ એટલે તમારી ટિકિટ પાકી ! વાંચો. કોંગ્રેસની આ ખાસ ઓફર

ભોપાલ, હાલના ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઇ રહ્યો છે. ત્યારે હવે દેશની રાજકીય પાર્ટી કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી લડવાની ઈચ્છા રાખતા કાર્યકર્તાઓને ટિકિટ આપીને ચૂંટણી લડવાનો અને એમાં સક્રિય રહેવાનો એક પ્લાન બનાવવમાં આવી રહ્યો છે. કોંગ્રેસની આ ખાસ ઓફર હેઠળ જો તમે પોતાના ફેસબુક પેજ પર ૧૫ હજાર લાઈક્સ, Twitter પર […]

Top Stories India Trending
congress hand 650 051413014653 ફેસબુક પર ૧૫ હજાર લાઈક્સ અને Twitter પર ૫ હજાર ફોલોઅર્સ એટલે તમારી ટિકિટ પાકી ! વાંચો. કોંગ્રેસની આ ખાસ ઓફર

ભોપાલ,

હાલના ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઇ રહ્યો છે. ત્યારે હવે દેશની રાજકીય પાર્ટી કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી લડવાની ઈચ્છા રાખતા કાર્યકર્તાઓને ટિકિટ આપીને ચૂંટણી લડવાનો અને એમાં સક્રિય રહેવાનો એક પ્લાન બનાવવમાં આવી રહ્યો છે.

કોંગ્રેસની આ ખાસ ઓફર હેઠળ જો તમે પોતાના ફેસબુક પેજ પર ૧૫ હજાર લાઈક્સ, Twitter પર ૫ હજાર ફોલોઅર્સ અને એક વોટ્સએપ ગ્રુપ ધરાવતા હોય તો તમે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી શકો છો.

હકીકતમાં, મધ્યપ્રદેશ કોંગ્રેસ કમિટી (MPCC) દ્વારા ઉમેદવારો અને ટિકિટ મેળવવાની ઈચ્છા રાખતા લોકોને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં ચૂંટણી લડવા માટે જરૂરી નિયમ અને શરતો પન છે.

quint hindi2F2018 092F2f920109 3083 4506 8a40 b17bdc6021442FCongress ફેસબુક પર ૧૫ હજાર લાઈક્સ અને Twitter પર ૫ હજાર ફોલોઅર્સ એટલે તમારી ટિકિટ પાકી ! વાંચો. કોંગ્રેસની આ ખાસ ઓફર
NATIOANL-madhya pradesh bhopal candidates congress-15-thousands-likes-5-thousand-followers-social-media

આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, “પાર્ટીની ટિકિટ મેળવવા માટે તમારી પાસે પોતાના ફેસબુક પેજ પર ૧૫ હજાર લાઈક્સ, Twitter પર ૫ હજાર ફોલોઅર્સ અને એક વોટ્સએપ ગ્રુપ હોવું જરૂરી છે”.

દરેક પોસ્ટને રી-ટ્વિટ કરવી પણ હશે જરૂરી

આ પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, “ટિકિટ મેળવવા માટે ઈચ્છુક કાર્યકર્તાઓ અને ઉમેદવારોને MPCCના ટ્વિટર એકાઉન્ટમાં દરેક પોસ્ટને રી-ટ્વિટ કરવી પડશે.

૧૫ સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ કરાવવી પડશે પોતાની માહિતી

whatsapp facebook 1514097015 ફેસબુક પર ૧૫ હજાર લાઈક્સ અને Twitter પર ૫ હજાર ફોલોઅર્સ એટલે તમારી ટિકિટ પાકી ! વાંચો. કોંગ્રેસની આ ખાસ ઓફર
NATIOANL-madhya pradesh bhopal candidates congress-15-thousands-likes-5-thousand-followers-social-media

આ ઉપરાંત એમાં જણાવવામાં આવ્યું છે કે, “ટિકિટ મેળવવા માટે ઈચ્છુક દાવેદારોની સાથે રાજ્યના ધારાસભ્યો અને પદાધિકારીઓને પણ કહેવામાં આવ્યું છે કે, તેઓ ૧૫ સપ્ટેમ્બર સુધી ફેસબુક, Twitter અને એક વોટ્સએપની જાણકારી મધ્યપ્રદેશ કોંગ્રેસના સોશિયલ મીડિયા અને આઈટી વિભાગને ઉપલબ્ધ કરાવી પડશે.

ચાલુ વર્ષના અંતે રાજ્યમાં યોજાવાની છે ચૂંટણી

mp election 2018 2936448 835x547 m ફેસબુક પર ૧૫ હજાર લાઈક્સ અને Twitter પર ૫ હજાર ફોલોઅર્સ એટલે તમારી ટિકિટ પાકી ! વાંચો. કોંગ્રેસની આ ખાસ ઓફર
NATIOANL-madhya pradesh bhopal candidates congress-15-thousands-likes-5-thousand-followers-social-media

મહત્વનું છે કે, ચાલુ વર્ષના અંતે અપના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જો કે આ ચૂંટણીને લઇ રાજકીય પાર્ટીઓ દ્વારા અત્યારથી જ કમર કસવાનું શરુ કરી દેવામાં આવ્યું છે, ત્યારે રાજ્યમાં વિપક્ષમાં રહેલી કોંગ્રસ પાર્ટી દ્વારા પણ એક નવી ઓફર લાવવામાં આવી છે.