Not Set/ 100 જેટલી હોલીવુડ મુવીમાં અવાજ આપ્યો છે આ એક્ટરે

મુંબઇ, અભિનેતા સુમિત કૌલે વિજ્ઞાન આધારિત અમેરિકન એક્શન ફિલ્મ ‘ધ પ્રિડેટર’ માં અભિનેતા બોયડ હોલબ્રૂક માટે પોતાનો અવાજ આપ્યો છે. સુમિત કૌલે જણાવ્યું હતું કે હું છેલ્લાં સાતથી આઠ વર્ષથી હોલીવુડ ફિલ્મો માટે મારો અવાજ આપી રહ્યો છું.મેં ટૂંકી વાર્તાઓ સાથે શરૂઆત કરી અને પછી સશક્ત પાત્રોને અવાજ આપવાનું શરૂ કર્યું.જેમાં મને મારી પ્રતિભા બતાવવાની મંજૂરી આપવામાં આવી […]

Entertainment
ya 100 જેટલી હોલીવુડ મુવીમાં અવાજ આપ્યો છે આ એક્ટરે

મુંબઇ,

અભિનેતા સુમિત કૌલે વિજ્ઞાન આધારિત અમેરિકન એક્શન ફિલ્મ ‘ધ પ્રિડેટર’ માં અભિનેતા બોયડ હોલબ્રૂક માટે પોતાનો અવાજ આપ્યો છે.

સુમિત કૌલે જણાવ્યું હતું કે હું છેલ્લાં સાતથી આઠ વર્ષથી હોલીવુડ ફિલ્મો માટે મારો અવાજ આપી રહ્યો છું.મેં ટૂંકી વાર્તાઓ સાથે શરૂઆત કરી અને પછી સશક્ત પાત્રોને અવાજ આપવાનું શરૂ કર્યું.જેમાં મને મારી પ્રતિભા બતાવવાની મંજૂરી આપવામાં આવી છે. તેથી જ હું તેનો સંપૂર્ણપણે આનંદ લવ છું.

संबंधित इमेज

સમીક્ષકો દ્વારા પ્રશંસા કરવામાં આવેલ ફિલ્મ ‘મુલ્ક’માં એક્ટિંગ કરી ચુકેલ સુમિત કૌલે જણાવ્યું કે તાજેતરમાં જ મેં જે જાણીતા કલાકારો અને કિરદારોને મારો અવાજ આપ્યો છે. તેમાં જનરલ (સ્ટાર વાર્સ એપિસોડ 9), લામ્બેર્ટ(પૈસિફિક રિમ 2), બ્કેલ પૈંથર (કેપ્ટન અમેરિકા :સિવિલ વોર)નો સમાવેશ થાય છે.

sumit kaul के लिए इमेज परिणाम

આપને જણાવી દઈએ કે સુમિત કૌલે અત્યાર સુધી 100 હોલિવૂડ ફિલ્મોમાં પોતાનો અવાજ આપી ચુક્યા છે. સુમિતે વધુમાં જણાવ્યું જો મને મોકો મળ્યો તો હું જોની ડેપને અવાજ આપવાનું પસંદ કરીશ. મને તેમનું કામ પસંદ છે અને મને લાગે છે કે હું તેમના કિરદારને ન્યાય આપી શકીશ.

sumit kaul mulk movie के लिए इमेज परिणाम

આપને જણાવીએ કે સુમિત કૌલે રીશી કપૂરની ફિલ્મ ‘મુલ્ક’માં મહફૂઝ આલમની ભુમિકા ભજવી હતી. આ પહેલા સુમિત કૌલ ‘હૈદર’ , ‘વન્સ અપોન ટાઈમ ઇન મુંબઈ’માં નજરે પડી ચુક્યા છે.