વલસાડ સરીગામ GIDCમાં બ્લાસ્ટ થતા પ્રચંડ આગ લાગી હતી.વેન પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં આગ લાગતા 3થી વધુ શ્રમિકોના ઘટના સ્થળે મોત થયા હતા.કંપની ભયંકર આગ લાગતા સ્લેબ ધરાશાય થયા હતા.આગ લાગવાને કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાને પગલે ફાયરફાયટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો..અને આગને કાબુમાં લેવાની જહેમત ઉઠાવી હતી.
આ અંગે મળતી માહિતી, સરીગામ GIDCમાં આવેલી વેન પેટ્રો કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આગ ફાટી નીકળી હતી. આ ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. 2 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 2 મૃતદેહો મળી આવ્યા છે. જોકે, મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.
આ કંપનીમાં સદનસીબે સોમવારે રજા હોય છે. જેથી આ ધડાકા સમયે અહીં માત્ર ટેક્નિશિયનની જ ટીમના લોકો હતા.આ લોકો એક મશીનનાં સમારકામ માટે આવ્યાં હતા. અને બ્લાસ્ટ થતા ફસાઇ ગયા હતા.
ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઓલવવાની કામગીરી આરંભી હતી. જોકે ત્યાં સુધીમાં ત્રણ કામદારો આગમાં ભડથું થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને હાલમાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો:AMC ના આ વિભાગ પર લાગ્યા ભ્રષ્ટાચારના આરોપો, તંત્રમાં મચ્યો ખડભડાટ
આ પણ વાંચો:વોડા ગામમાં લોકોએ દૂધ ભરાવવાના બદલે કરી તાળાબંધી, મંત્રીના ત્રાસથી ડેરીને તાળાં
આ પણ વાંચો:દફનાવેલી દોઢ વર્ષની બાળકી પર દુષ્કર્મ, પોલીસ ફીફા ખાંડે છે