Not Set/ Video : ઝારખંડનાં સ્વાસ્થ્ય મંત્રી ભરાયા, કામ કરાવવા લોકો પાસેથી પૈસા લેતો વીડિયો થયો વાયરલ

ઝારખંડનાં સ્વાસ્થ્ય મંત્રીનો એક વીડિયો ઘણો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે તે કામ કરાવવા માટે પૈસા લઇ રહ્યા છે. શુક્રવારે મંત્રી ગઢવા જિલ્લામાં એક કાર્યક્રમમાં પહોચ્યા હતા. જ્યા તેઓ એક શખ્સ પાસેથી પૈસા લઇ રહ્યા હતા. આ દરમિયાન જ ત્યા ઉભા રહેલા કોઇ શખ્સે તેમનો વીડિયો બનાવી દીધો હતો. વાયરલ […]

Top Stories India
jharkhand video viral Video : ઝારખંડનાં સ્વાસ્થ્ય મંત્રી ભરાયા, કામ કરાવવા લોકો પાસેથી પૈસા લેતો વીડિયો થયો વાયરલ

ઝારખંડનાં સ્વાસ્થ્ય મંત્રીનો એક વીડિયો ઘણો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે તે કામ કરાવવા માટે પૈસા લઇ રહ્યા છે. શુક્રવારે મંત્રી ગઢવા જિલ્લામાં એક કાર્યક્રમમાં પહોચ્યા હતા. જ્યા તેઓ એક શખ્સ પાસેથી પૈસા લઇ રહ્યા હતા. આ દરમિયાન જ ત્યા ઉભા રહેલા કોઇ શખ્સે તેમનો વીડિયો બનાવી દીધો હતો.

વાયરલ વીડિયોમાં ઝારખંડનાં સ્વાસ્થ્ય મંત્રી રામચંદ્ર ચંદ્રવંશી જે કહી રહ્યા છે તે સાંભળી તમે પણ ચોંકી જશો. વીડિયો મુજબ તે કહી રહ્યા છે, 15 મને આપી દે જે, 35 તેને આપી દે જે. જાણવા મળી રહ્યુ છે કે, સ્વાસ્થ્ય મંત્રી ગુરુવારે એક ગામમાં રસ્તાનાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં પહોચ્યા હતા. જ્યા ગામનાં લોકોએ મંત્રીજીને એક ચબૂતરો બનાવવાની માંગ કરી હતી. જેના માટે સ્વાસ્થ્ય મંત્રી પૈસા આપી રહ્યા હતા. તે પોતાના બોડિગાર્ડ રામચંદ્ર યાદવથી પૈસા લાવવાનું કહે છે અને બાદમાં ગ્રામીણોને આપી દે છે. ત્યારબાદ સ્વાસ્થ્ય મંત્રીએ કહે છે કે, આ લો અને કાલથી જ કામ શરૂ કરાવી દો. જ્યારે પૈસા મળી જાય ત્યારે 35 તુ રાખી દે જે અને 15 મને આપી દે જે. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર ચારેબાજુ છવાઇ ગયો ત્યારે મંત્રીજી પોતાને બચાવવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા.

એક પ્રેસ કોન્ફરેન્સ કરતા તેમણે કહ્યુ કે, તેમને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યુ કે, તે એક સારુ કામ કરી રહ્યા હતા પરંતુ વીડિયોને એક અલગ રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે. તેમણે ગામનાં રાહુલ ઠાકુર અને સતીશ યાદવ પર વીડિયોને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો છે.

મંત્રીજીએ કહ્યુ કે, તે ગામમાં ચબૂતરા માટે પૈસા આપી રહ્યા હતા. વીડિયો બનાવનાર શખ્સ રાહુલ ઠાકુરની બરડીહા પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસની પૂછપરછમાં રાહુલે જણાવ્યુ કે, તેણે માત્ર એક વ્હોટ્સએપ ગ્રુપમાં આ વીડિયો શેર કર્યો હતો. જેમા મંત્રીની વિરુદ્ધ કઇ પણ નહોતુ. વીડિયો વાયરલ થયા બાદ મંત્રીનાં સમર્થકોએ લોકોને ગુમરાહ કરવાનો આરોપ લગાવતા કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન