Not Set/ બીગ બિલિયન સેલના પહેલા એક કલાકના ફ્લિપકાર્ટ દ્વારા વેચાયા લાખો મોબાઈલ, આંકડો જાણીને થઇ જશો ચકિત

બેંગલુરુ, દેશની અગ્રણી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ દ્વારા તહેવારોની સિઝનને જોતા ગુરુવારથી બીગ બિલિયન સેલ શરુ કરવામાં આવ્યો હતો. જો કે આ ઓનલાઈન રિટેલર કંપનીના સેલના માત્ર એક જ કલાકમાં ૧૦ લાખ મોબાઈલ વેચ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને તેની કિંમત ૧,૦૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. બીજી બાજુ કંપની દ્વારા દાવો કરવામાં […]

Trending Business
Flipkart hed બીગ બિલિયન સેલના પહેલા એક કલાકના ફ્લિપકાર્ટ દ્વારા વેચાયા લાખો મોબાઈલ, આંકડો જાણીને થઇ જશો ચકિત

બેંગલુરુ,

દેશની અગ્રણી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ દ્વારા તહેવારોની સિઝનને જોતા ગુરુવારથી બીગ બિલિયન સેલ શરુ કરવામાં આવ્યો હતો. જો કે આ ઓનલાઈન રિટેલર કંપનીના સેલના માત્ર એક જ કલાકમાં ૧૦ લાખ મોબાઈલ વેચ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને તેની કિંમત ૧,૦૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

બીજી બાજુ કંપની દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, દેશમાં મોબાઈલના વેચાણના મામલે આ એક રેકોર્ડ છે.

બેંગલુરુમાં હાલમાં જ આ કંપનીના ૭૭ ટકા શેર વોલમાર્ટ દ્વારા ખરીદવામાં આવ્યા હતા. ત્યારબાદ અનુમાન લગાવવામાં આવ્યું છે કે, બીજા દિવસે ૩૦ લાખ વેચાયા છે.

આ જ પ્રકારે ગયા વર્ષે લાગેલા સેલમાં પણ માત્ર પાંચ દિવસમાં ૪૩૦૦ કરોડ રૂપિયાનું વેચાણ થયું હતું, તેને આ ચાલુ વર્ષર્માં પ્રથમ બે દિવસમાં જ પાર કરી લીધું છે.

ફ્લિપકાર્ટના સિનીયર ડાયરેક્ટર સ્મૃતિ રવિચંદ્રને કહ્યું હતું કે, “અમારા દ્વારા એક કલાકમાં ૧૦ લાખ મોબાઈલ વેચાયા છે અને એક દિવસમાં ૩૦ લાખનો આંકડો પર કરવામાં આવ્યો છે. આ દેશમાં કોઈ પણ એક રિટેલર દ્વારા માત્ર ૧ દિવસમાં સ્માર્ટફોનની સૌથી વધુ વેચાણ છે.