દિલ્હી/ AAPના ધારાસભ્ય આમાનતુલ્લાહ ખાનની આગોતરા જામીનની અરજી રદ્દ

દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની આગોતરા જામીનની અરજી રદ્દ કરી દીધી હતી. અમાનતુલ્લાહ ખાન વિરૂધ્ધ દિલ્બી વક્ફ બોર્ડમાં ફરતી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગના કેસમાં ગુનો દાખલ થયેલો છે.

India Trending
YouTube Thumbnail 2024 03 11T190653.537 AAPના ધારાસભ્ય આમાનતુલ્લાહ ખાનની આગોતરા જામીનની અરજી રદ્દ

@નિકુંજ પટેલ

દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની આગોતરા જામીનની અરજી રદ્દ કરી દીધી હતી. અમાનતુલ્લાહ ખાન વિરૂધ્ધ દિલ્બી વક્ફ બોર્ડમાં ફરતી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગના કેસમાં ગુનો દાખલ થયેલો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે ઈડી તરફથી અવારનવાર સમન્સ ઈશ્યુ કર્યા બાદ પણ અમાનતુલ્લાહ ખાન તપાસ માટે હાજર થયા ન હતા. તેમની આ વર્તુણક તપાસમાં મુશ્કેલી ઉભી કરે તેવી છે. તે એક જનપ્રતિનિધી  હોવાને નાતે પોતાની જવાબદારીનો હવાલો આપીને તપાસમાં સામેલ થવામાંથી બચી ન શકે. કોર્ટે કહ્યું કે કાનૂન બધા માટે બરાબર છે. કોઈ ધારાસભ્ય કે જનપ્રતિનિધી કાનૂનથી ઉપર નથી.

ઉલ્લખનીય છે કે આપના એમએલએ અમાનતુલ્લાહ ખાન પર આરોપ છે કે તેમણે દિલ્હી વક્પ બોર્ડના અધ્યક્ષના રૂપમાં કામ કરતી વખતે માનદંડો અને સરકારી દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદે રીતે વિવિધ લોકોની ભરતી કરાવી હતી. ઈડીએ આરોપ લગાવ્યો છે કે અમાનતુલ્લાહ ખાને દિલ્હી વક્ફ બોર્ડમાં કર્મચારીઓની બરતીના બદલામાં મોચી રકમ લીધી હતી. તેણે આ નાણાં પોતાના સહયોગીઓના નામે સંપત્તિ ખરીદવા રોકાણ પણ કર્યું હતું

અમાનતુલ્લાહ ખાન વિરૂધ્દ મની લોન્ડ્રીંગની તપાસ દિલ્હી વક્ફ બોર્ડ ભરતીમાં કથિત અનિયમિતતાઓ સાથે સંકળાયેલી છે. આરોપ છે કે ખાને દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ રૂપે કામ કરતા 32 જણાને ગેરકાયદે ભરતી કરાવ્યા હતા. આ કેસમાં ઈડી ધારાસભ્યના ઠેકાણાઓ પર દરોડા પાડી ચુકી છે. ઈડીએ દાવો કર્યો હતો કે ખાને દિલ્હી વક્ફ બોર્ડમાં કર્મચારીઓની ભરતી કરીને મોટી રકમ એકઠી કરી હતી.

અમાનતુલ્લાહની આગોતરા જામીનની અરજી પર સુનાવણી કરતા જજે કહ્યું હતું કે અવારનવાર તપાસ એજન્સીના સમન્સને નજરઅંદાજ કરવું તપાસમાં રૂકાવટ પેદા કરવા બરાબર છે. જેને કારણે ક્રમિનલ જસ્ટીસ સિસ્ટમ પર વિશ્વાસને ઓછો કરવા બરાબર અને તેનાથી અરાજકતા પેદા થાય છે. કોર્ટે કહ્યું કે લોકેને સત્ય જાણવાનો અધિકાર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધનસુરામાં ચકચાર, સગીરા બની હવસખોરનો શિકાર

આ પણ વાંચો:અચાનક ઈન્સ્પેક્ટર સાથેના બ્રેકઅપને કારણે તનાણમાં હતી ડો.વૈશાલી જોષી, આપઘાતની દર્દનાક કહાની આવી સામે

આ પણ વાંચો:ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ શાળાના વિદ્યાર્થીઓને મળશે 50 હજાર રૂપિયા

આ પણ વાંચો:સજા પૂરી કર્યા પછી પણ પાકિસ્તાનની જેલમાં કેદ, ગુજરાતના 88 વર્ષના વૃદ્ધ જોઈ રહ્યા છે સ્વદેશ પરત ફરવાની રાહ