Viral video/ હિમાચલમાં ડાન્સ કરતા જોવા મળ્યા દિલજીત દોસાંઝ, પહાડી રંગોમાં સજ્જ પંજાબી સિંગરનો વીડિયો થયો વાયરલ

દિલજીત દોસાંજ તાજેતરમાં હિમાચલ પ્રદેશના કિન્નરની મુલાકાત લેવા ગયા હતા અને ત્યાંના સ્થાનિક લોકો સાથે લોકગીત પર ડાન્સ પણ કર્યો હતો. સિંગર અને એક્ટર દિલજીતે સ્થાનિક લોકો સાથે વાતચીત કરીને તેમની સંસ્કૃતિ અને પરંપરાઓનો આનંદ માણ્યો હતો. પંજાબી..

Entertainment
Beginners guide to 2024 03 11T182253.621 હિમાચલમાં ડાન્સ કરતા જોવા મળ્યા દિલજીત દોસાંઝ, પહાડી રંગોમાં સજ્જ પંજાબી સિંગરનો વીડિયો થયો વાયરલ

Entertainment News: દિલજીત દોસાંઝ પોતાના ગીતોથી લોકોમાં એક અલગ જ માહોલ બનાવે છે. અનંત અંબાણીના પ્રિ-વેડિંગમાં પરફોર્મ કર્યા બાદ દિલજીતે હવે એક ડાન્સ વીડિયો રિલીઝ કર્યો છે જેમાં તેઓ હિમાચલના લોકગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

દિલજીત દોસાંઝ એક પ્રસિદ્ધ સિંગર છે, જેમણે માત્ર પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ પોતાના દમદાર ગીતોથી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. પંજાબી સિંગર દિલજીત દોસાંઝ તેના ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર રમુજી વીડિયો પોસ્ટ કરતા હોય છે, તેમજ થોડા સમય પહેલા દિલજીત દોસાંઝ અનંત અંબાણીના પ્રિ-વેડિંગમાં પરફોર્મ કરતો જોવા મળ્યા હતા,  ત્યારે તેમનો પરફોર્મનો વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિગમાં ચાલી રહ્યી હતો. હવે દિલજીતનો વધુ એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે,  જેમાં તે હિમાચલ પ્રદેશના લોકો સાથે ખૂબ જ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh)

દિલજીત દોસાંઝે હિમાચલના લોકગીતો પર ડાન્સ કર્યો હતો

દિલજીત દોસાંજ તાજેતરમાં હિમાચલ પ્રદેશના કિન્નરની મુલાકાત લેવા ગયા હતા અને ત્યાંના સ્થાનિક લોકો સાથે લોકગીત પર ડાન્સ પણ કર્યો હતો. સિંગર અને એક્ટર દિલજીતે સ્થાનિક લોકો સાથે વાતચીત કરીને તેમની સંસ્કૃતિ અને પરંપરાઓનો આનંદ માણ્યો હતો. પંજાબી સિંગર દિલજીત સિંહ દોસાંઝે તેના સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો અને ફોટો શેર કર્યા છે, જેમાં તેઓ પહાડી રંગમાં રંગાયેલા જોઈ શકાય છે.

દિલજીત દોસાંઝ પહાડી રંગોમાં રંગાયા છે

દિલજીત દોસાંઝ હિમાચલ પ્રદેશમાં હતા ત્યારે તેમણે જોયું કે સ્થાનિક લોકો તહેવાર કેવી રીતે ઉજવે છે. ઇન્સ્ટાગ્રામ પર, તેમણે સામાન્ય નાગરિકની જેમ આનંદથી સમય વિતાવ્યો, જેની સુંદર ઝલક સિંગરે સોશિયલ મીડિયા પર શેર કરી છે. એક પોસ્ટમાં તે લોકોને હાથ જોડીને અભિવાદન કરતા જોઈ શકાય છે. આ પછી દરેક ક્લિપમાં તે લોકલ ગીતની ધૂન પર લોકો સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. ક્લિપમાં તે પંજાબીમાં બોલતા જોઈ શકાય છે, સાથે તેમણે સ્થાનિક લોકો સાથે ગ્રૂપ ફોટો પણ ક્લિક કર્યા હતા.

દિલજીત દોસાંજનું વર્કફ્રન્ટ

દિલજીત દોસાંજની વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, દિલજીત ઈમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત આગામી બાયોપિક ‘અમર સિંહ ચમકીલા’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા પણ છે. તે નેટફ્લિક્સ પર 12 એપ્રિલે રિલીઝ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃLUCKNOW/ હિન્દુ યુવા સભાના રાષ્ટ્રીય અધ્યક્ષનો આપઘાત

આ પણ વાંચોઃIPL 2024/ રોહિત શર્મા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે? રાયડુના નિવેદનથી ખળભળાટ