Movie Masala/ આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડીએ બીજા દિવસે કરી બમ્પર કમાણી, જાણો કેટલું થયું કલેક્શન

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કર્યું કે આલિયા ભટ્ટની ફિલ્મ કોવિડ ટાઈમમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે.

Entertainment
ગંગુબાઈ કાઠિયાવાડી

આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. કોવિડ પછી આ પહેલી મેગા બજેટ ફિલ્મ છે, જે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે તેની રિલીઝ સાથે જ ચાહકોના દિલ જીતી લીધા હતા. સંજય લીલા ભણસાલીની ફિલ્મે ઓપનિંગ ડે પર જ સારી કમાણી કરી છે. જો ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શનું માનીએ તો કોરોના અને લોકડાઉન પછી આ ત્રીજી ફિલ્મ છે જેણે સૌથી વધુ કમાણી કરી છે. આપને જણાવી દઈએ કે આલિયાની ફિલ્મે પહેલા દિવસે 10.05 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્મે લગભગ 14 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આવી સ્થિતિમાં જો ફિલ્મની કુલ કમાણી વિશે વાત કરીએ તો તે લગભગ 24.5 કરોડ છે. ટ્રેડ એનાલિસ્ટનું માનવું છે કે આ ફિલ્મ આવનારા દિવસોમાં વધુ ધમાકો કરશે.

a 163 6 આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડીએ બીજા દિવસે કરી બમ્પર કમાણી, જાણો કેટલું થયું કલેક્શન

ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કર્યું કે આલિયા ભટ્ટની ફિલ્મ કોવિડ ટાઈમમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. નંબર વન પર રોહિત શેટ્ટીની અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ સૂર્યવંશી છે, જેણે પ્રથમ દિવસે 26.29 કરોડની કમાણી કરી હતી. બીજા નંબરે રણવીર સિંહની ફિલ્મ 83 છે, જેણે 12.64 કરોડની કમાણી કરી હતી. ત્રીજા સ્થાન પર ગંગુબાઈ કાઠિયાવાડી છે, જેણે 10.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ગંગુબાઈની

ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ હુસૈન ઝૈદીના પુસ્તક માફિયા ક્વીન્સ ઑફ મુંબઈના પ્રકરણ પર આધારિત છે. વાસ્તવિક જીવનમાં આલિયા જે મહિલાનું પાત્ર ભજવી રહી છે તેનું નામ ગંગુબાઈ હતું. એક સમયે ગંગુબાઈનો મુંબઈના અંડરવર્લ્ડ ડોન અને રાજકારણીઓ સાથે સંપર્ક હતો. 60ના દાયકામાં ગંગુબાઈ મુંબઈના માફિયાઓનું મોટું નામ હતું. તેણે એક જ ક્ષણમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી લીધું હતું.

a 341 આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડીએ બીજા દિવસે કરી બમ્પર કમાણી, જાણો કેટલું થયું કલેક્શન

આલિયા ભટ્ટની ફિલ્મ થિયેટરોમાં તેના આગમનના લગભગ 4 અઠવાડિયા પછી OTT પ્લેટફોર્મ Netflix પર પણ રિલીઝ થશે. આ ફિલ્મમાં વિજય રાઝ, જિમ સરભ અને શાંતનુ મહેશ્વરી પણ મહત્વની ભૂમિકામાં છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ટૂંક સમયમાં રણબીર કપૂર સાથે અયાન મુખર્જીની બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ સિવાય તે એસએસ રાજામૌલીની આરઆરઆર અને કરણ જોહરની તખ્ત અને રોકી ઓર  રાની કી પ્રેમ કહાનીમાં કામ કરી રહી છે.

આ પણ વાંચો :એકતા કપૂર પર લાગ્યો કોન્સેપ્ટ ચોરીનો આરોપ, કંગના રનૌતના શોને મળી શકે છે બ્રેક

આ પણ વાંચો : ‘ગંગુબાઈ’એ પહેલા દિવસે કરી બમ્પર કમાણી, પરંતુ નહીં તોડ્યો પદ્માવતનો રેકોર્ડ

આ પણ વાંચો :કોમેડિયન લીલી સિંહ હોસ્પિટલમાં દાખલ, આ ગંભીર બીમારીથી છે પીડિત

આ પણ વાંચો :ગંગુબાઈ કાઠિયાવાડીઃ પુત્રવધૂ આલિયા ભટ્ટના અભિનયથી ખુશ થઇ નીતુ કપૂર, ફિલ્મ જોયા બાદ કહ્યું આ વાત