મુંબઇ,
કરણ જોહરના ચેટ શોમાં જહાનવી કપૂર અને અર્જુન કપૂર આગામી મહેમાનો હશે. બંનેના સાથે કરણ જોહરની વાતચીત ખૂબ રસપદ હશે. ચેનલ દ્વારા શેર કરેલ પ્રોમોમાં બંને ભાઈ-બહેન કેટલીક પર્સનલ વાતો શેર કરતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે બંનેએ એકબીજાની ખીલી ઉડાવતા પણ જોવા મળી રહ્યા છે.
રેપીડ ફાયર રાઉન્ડમાં કરણે જહાનવીને પૂછે છે કે પોતાનો રૂમ કેટરીના કૈફ અને દીપિકા પાદુકોણમાંથી કોના સાથે શેર કરવા માંગશે. જવાબમાં, જહાનવી દીપિકાનું નામ લે છે અને કહે છે કે તે બંને સાથે સાઉથ ઇન્ડિયન સંગીત સાંભળી શકે છે. અર્જુન જહાનવીને ચીડવે છે કે દીપિકા ‘થંગાબાલી’ બની જશે. આ પછી કરણ જહાનવીને પૂછે છે કે તે ઇશાન ખટ્ટરને ડેટ કરી રહી છે.
ઇશાન સાથે ડેટિંગ વિશે પૂછવામાં આવતા, જહાનવીએ આ હકીકતમાં નકારી દીધી. અર્જુન તેના પર અસહમતી વ્યક્ત કરે છે અને કહ્યું કે ઇશાન હંમેશાં જહાનવીની આસપાસ રહે છે.
જુઓ વીડીયો….
https://twitter.com/StarWorldIndia/status/1064195046960963584
https://twitter.com/StarWorldIndia/status/1064200478379180039