Not Set/ કલાકો સુધી ટીવી જોવાની ટેવથી મગજમાં આવી શકે છે સંકોચન, તો સાથે વિચારવા અને સમજવાની શક્તિ પણ ઓછી થાય છે

મગજમાં હાજર ગ્રે મેટર  વ્યક્તિને માંસપેશીઓ નિયંત્રિત કરવામાં, સાંભળવામાં, જોવા માટે, યાદ રાખવા અને મગજ સાથે સંબંધિત અન્ય કાર્યો કરવામાં મદદ કરે છે. ગ્રે મેટર એ મગજ અને કરોડરજ્જુમાં જોવા મળતી કાળી પેશીઓનો એક પ્રકાર છે.

Health & Fitness Trending
tv કલાકો સુધી ટીવી જોવાની ટેવથી મગજમાં આવી શકે છે સંકોચન, તો સાથે વિચારવા અને સમજવાની શક્તિ પણ ઓછી થાય છે

કલાકો સુધી ટીવી જોવાની ટેવ મગજમાં સીધી અસર કરી શકે છે. મગજ સંકોચાઈ શકે છે. સમજવાની  અને વિચારવાની ક્ષમતા ઓછી થઈ શકે છે. સંશોધનકારો કહે છે કે, સતત બેસવાથી શારીરિક પ્રવૃત્તિ ઓછી થાય છે, તેનું પરિણામ મગજ પર પડે છે.

Kids TV Survey: How Much TV Kids Watch | TIME.com

આ દાવો બર્મિંગહામની અલાબામા યુનિવર્સિટી અને ન્યુ યોર્કની કોલમ્બિયા યુનિવર્સિટીનાવૈજ્ઞાનિકોએ તેમના સંયુક્ત સંશોધન દ્વારા કર્યો છે. સંશોધનકારોએ આ સંશોધન 50 થી 70 વર્ષની વયના લોકો પર કર્યું છે. સંશોધન દ્વારા મગજમાં તેમની ટીવી જોવાની ટેવની અસરને સમજવાનો પ્રયત્ન કર્યો છે.

Why Too Much TV Is Especially Dangerous After Age 50 | Real Simple

વિચારવાની ક્ષમતામાં 6.9% નો ઘટાડો
જો તમે 45 થી 64 વર્ષની ઉંમરે ટીવી જોવાની ટેવ કન્ટ્રોલમાં રાખશો તો ભવિષ્યમાં મગજ સ્વસ્થ રહે છે. સંશોધનકારોના જણાવ્યા અનુસાર, સંશોધન સાથે સંકળાયેલા 10,700 લોકોનું મગજ સ્કેન કરવામાં આવ્યું હતું. આ લોકો  ટીવી ક્યારે અને કેટલું જુવે છે તે સંબંધિત પ્રશ્નો અને જવાબો કરવામાં આવ્યા હતા. તેમની યાદશક્તિ, ભાષા અને મગજની ગતિવિધિના  પરીક્ષણો કરવામાં આવ્યા હતા.  સંશોધનથી બહાર આવ્યું છે કે 70 વર્ષની ઉંમરે, વધુ સમય ટીવી સામે બેસી રહેનારાઓમાં  લાંબા ગાળે વિચારવાની અને સમજવાની ક્ષમતામાં 6.9 ટકાનો ઘટાડો થયો છે.

TV Captions, Closed Captioning For Those With Hearing Loss

અધ્યયન સાથે સંકળાયેલા લોકોએ કહ્યું કે શારીરિક પ્રવૃત્તિ અને કસરત સાથે ટીવી જોવાવાળાની  આદતમાં કોઈ ફેરફાર થયો નથી. સંશોધનકારોના જણાવ્યા અનુસાર, સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે જે લોકો વધુ ટીવી જુએ છે તેઓના મગજમાં હાજર ગ્રે મેટરમાં ઘટાડો જોવા મળે છે, જ્યારે ઓછુ ટીવી જોનારાઓનામાંગજ માં ખાસ કોઈ ફેરફાર જોવા નથી મળ્યા.

Neuroanatomy, Gray Matter Article

ગ્રે મેટર શું છે
મગજમાં હાજર ગ્રે મેટર  વ્યક્તિને માંસપેશીઓ નિયંત્રિત કરવામાં, સાંભળવામાં, જોવા માટે, યાદ રાખવા અને મગજ સાથે સંબંધિત અન્ય કાર્યો કરવામાં મદદ કરે છે. ગ્રે મેટર એ મગજ અને કરોડરજ્જુમાં જોવા મળતી કાળી પેશીઓનો એક પ્રકાર છે. સંશોધનકારો કહે છે કે જે વ્યક્તિમાં તે વધુ હોય છે, તેની વિચારવાની અને સમજવાની ક્ષમતા અન્ય લોકો કરતા વધારે સારી હોય છે.