AMC-News/ અમદાવાદ મ્યુનિ.ને ટેક્સ રિબેટની ઓફરના પહેલા જ દિવસે 14 કરોડની આવક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદીઓ માટે પ્રોપર્ટી ટેક્સના એડવાન્સ પેમેન્ટ પર ઇન્સેન્ટિવ ઇન્ટરેસ્ટ રિબેટ સ્કીમ લોન્ચ કરી છે. આ રિબેટ સ્કીમના પ્રથમ દિવસે જ મ્યુનિ.ને 14.37 કરોડ રૂપિયાની આવક થઈ છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 4 અમદાવાદ મ્યુનિ.ને ટેક્સ રિબેટની ઓફરના પહેલા જ દિવસે 14 કરોડની આવક

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) અમદાવાદીઓ માટે પ્રોપર્ટી ટેક્સના એડવાન્સ પેમેન્ટ પર ઇન્સેન્ટિવ ઇન્ટરેસ્ટ રિબેટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. આ સ્કીમ 9 એપ્રિલથી 31મેના વચગાળા માટે છે. આ સમયગાળા દરમિયાન જો તેઓ પ્રોપર્ટી ટેક્સ ચૂકવે છે તો તેમને 12 ટકા ટેક્સ રિબેટ અને ઓનલાઇન પેમેન્ટ કરશે તો 1 ટકા વધારાનું રિબેટ મળશે.

આ રિબેટ સ્કીમના પ્રથમ દિવસે જ મ્યુનિ.ને 14.37 કરોડ રૂપિયાની આવક થઈ છે. તેમા પ્રથમ દિવસે 20,427 લોકોએ તેમના ટેક્સ એડવાન્સ ચૂકવ્યા હતા. તેમાથી 13,859 લોકોએ તેમનો ટેક્સ ઓનલાઇન ભર્યો હતો. આમ મ્યુનિસિપલ કોર્પોરેશનને 14.37 કરોડ રૂપિયા મળ્યા તેમા 9.27 કરોડ રૂપિયા ઓનલાઇન મળ્યા હતા.

આના પરથી સ્પષ્ટ દેખાઈ આવ્યું છે કે લોકો હવે પેમેન્ટ માટે ઓનલાઇનનો વિકલ્પ વધુને વધુ પ્રમાણમાં પસંદ કરી રહ્યા છે. પહેલા દિવસે પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 4.11 કરોડની આવક મળી હતી. જ્યારે મધ્ય ઝોનમાંથી 1.46 કરોડ, ઉત્તરમાંથી 77.47 લાખ, દક્ષિણમાં 1.34 કરોડ, પૂર્વમાં 1.56 કરોડ, ઉત્તરપશ્ચિમમાંથી 3.17 કરોડ, દક્ષિણપશ્ચિમમાં 2.04 કરોડની આવક થઈ હતી.

આ અંગે મળતી વિગતો મુજબ લોકસભા ચૂંટણી હોઈ આચારસંહિતા લાગુ પડતા શહેરીજનો ટેક્સ રિબેટના લાભથી વંચિત ન રહે તે હેતુસર માર્ચ મહિનાના પ્રારંભમાં જ એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરી દેવામાં આવી હતી, જેનો લાભ હવે શહેરીજનોને મળી રહ્યો છે.

નાણાકીય વર્ષ 2024-25ના જનરલ ટેક્સ, વોટર ટેક્સ, કોન્ઝર્વન્સી ટેક્સ સહિતની ભરવાપાત્ર પ્રોપર્ટી ટેક્સની રકમની એડવાન્સ ચૂકવણી કરનારને 12 ટકા, ઓનલાઇન ટેક્સ ચૂકવનારને એક ટકા સહિત કુલ 13 ટકા રિબેટ આપવામાં આવશે. જ્યારે છેલ્લા ત્રણ વર્ષથી સતત એડવાન્સ ટેક્સ ચૂકવનાર કરદાતાને પ્રોત્સાહન તરીકે બે ટકા સહિત 15 ટકાનું રિબેટ આપવામાં આવશે.

કોર્પોરેશનને ગયા વર્ષે એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમ હેઠળ લગભગ 600 કરોડ રૂપિયાની આવક થઈ હતી. ગયા વર્ષે લગભગ પાંચ લાખ લોકોએ એડવાન્સ ટેક્સ સ્કીમનો લાભ મેળવ્યો હતો. આ વખતે લોકોને 67.55 કરોડનો ટેક્સ રિબેટ આપવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તારે મોબાઇલ બદલવાનો નથી કહી યુવાને પ્રેમિકાને બચકા ભર્યા…..

આ પણ વાંચોઃ Exam-Malpractices/દસમા અને બારમા ધોરણની પરીક્ષામાં ગેરરીતિના 400 કેસ પકડાયા

આ પણ વાંચોઃ lemon price rise reason/લીંબુના ભાવનો હનુમાન કૂદકોઃ કિલોના 40થી 200 રૂપિયા

આ પણ વાંચોઃ Stamp Duty/જંત્રીમાં વધારાના પગલે સરકારની સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં ધરખમ વધારો