અમદાવાદઃ ઉનાળાનો પ્રારંભ થવાની સાથે જ લીંબુનો બજારમાં ઉપાડ વધતા થોડા સમય પહેલા 40 રૂપિયાની આસપાસ કિલોના ભાવે મળતાં લીંબુનો ભાવ બજારમાં ઉપાડ વધતાની સાથે 200 રૂપિયાને આંબી ગયો છે. ગરમીના પગલે લીંબુની માંગ એકદમ વધી ગઈ છે અને તેની સામે પુરવઠો તેટલો ન હોવાથી રિટેલ માર્કેટમાં વેપારીઓ હવે લીંબુના ભાવ પ્રતિ કિલો 200ની 230 રૂપિયાની આસપાસના ભાવે વેચી રહ્યા છે.
હજી થોડા સમય પહેલાં જ લીંબુનો જથ્થાબંધ ભાવ પ્રતિ કિલો 40 રૂપિયા હતો અને રિટેલમાં ભાવ 80થી 100 રૂપિયા હતો. ઉનાળાની ગરમી શરૂ થતા લીલા શાકભાજીની આવક વધી છે. તેના લીધે લીલા શાકભાજીના જથ્થાબંધ ભાવમાં 5થી 10 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. હોલસેલમાં મરચા અને ફુદીનો 20 રૂપિયો કિલો અને કોથમીર 15 રૂપિયે કિલો મળી રહી છે. જ્યારે રિટેલમાં મરચા 50 રૂપિયે કિલો, ફુદીનો અને કોથમીર 50થી 60 રૂપિયે કિલોની રેન્જમાં મળી રહ્યા છે.
રિટેલમાં ટામેટા દેશી કાકડી, કોબીજ, ભીંડા, ચોળી ગવાર, પાપડી અને રવૈયા સહિતના ભાવમાં કિલોએ પાંચથી 20 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ લીંબુના ભાવમાં હજી પણ વધારો થાય તેવી શક્યતા છે. ગરમીથી બચવા અને લૂ ન લાગે તે માટે લીંબુનો મોટાપાયા પર ઉપયોગ થતો હોય છે. લીંબુ શરબત અને લીંબુ સોડા વગેરેનો આગ્રહ રાખે છે. આમ આ વર્ષે લીંબુયુક્ત ઠંડા પીણા ઘટી જાય તેમ લાગી રહ્યુ છે. ઉનાળાના પ્રારંભમાં આરોગ્યવર્ધક અને રોજિંદા ઉપયોગી થતા લીંબુના ભાવમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. લીંબુના વેપારીઓનું કહેવું છે કે ભાવ વધવાનું કારણ લીંબુની આવક સામે માંગ વધી છે.
આ પણ વાંચો:તારે મોબાઇલ બદલવાનો નથી કહી યુવાને પ્રેમિકાને બચકા ભર્યા…..
આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ
આ પણ વાંચો: બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ