Not Set/ #DelhiAssemblyElection2020/ આમ આદમી પાર્ટીએ જાહેર કર્યુ ઘોષણાપત્ર, જાણો જનતા માટે શું છે

8 ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હીની ચૂંટણી માટે મતદાનનાં ત્રણ દિવસ પહેલા શાસક આમ આદમી પાર્ટીએ પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યુ છે. મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલે દિલ્હી સરકારનું ઘોષણાપત્ર જાહેર કર્યુ છે. તેમણે કહ્યું કે, ઘોષણાપત્રમાં કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા 10 વચનો છે, AAP એ ઘોષણાપત્ર બનાવવા માટે ત્રણ સભ્યોની કમિટી બનાવી છે. ઘોષણાપત્રની ત્રણ સભ્યોની સમિતિની […]

Top Stories Gujarat Assembly Election 2022 India
AAP Manifesto #DelhiAssemblyElection2020/ આમ આદમી પાર્ટીએ જાહેર કર્યુ ઘોષણાપત્ર, જાણો જનતા માટે શું છે

8 ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હીની ચૂંટણી માટે મતદાનનાં ત્રણ દિવસ પહેલા શાસક આમ આદમી પાર્ટીએ પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યુ છે. મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલે દિલ્હી સરકારનું ઘોષણાપત્ર જાહેર કર્યુ છે. તેમણે કહ્યું કે, ઘોષણાપત્રમાં કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા 10 વચનો છે, AAP એ ઘોષણાપત્ર બનાવવા માટે ત્રણ સભ્યોની કમિટી બનાવી છે. ઘોષણાપત્રની ત્રણ સભ્યોની સમિતિની અધ્યક્ષ કાલકાજીથી તેમની ઉમેદવાર છે અને અન્ય બે ઉમેદવારો અજોયકુમાર અને જેસ્મિન શાહ છે. અગાઉ, AAP એ ગેરેંટી કાર્ડ લોન્ચ કર્યું હતું. જેમાં ચાલુ યોજનાઓ ચૂંટણી બાદ પણ લાગુ કરવાની ખાત્રી આપવામાં આવી હતી. ‘આપ’ પહેલા ભાજપ અને કોંગ્રેસે પોતાનું ઘોષણાપત્ર બહાર પાડ્યુ છે.

જાણો શું છે જનતા માટે આ ઘોષણાપત્રમાં

1- 24 કલાક વીજળી અને 200 યુનિટ ફ્રી વીજળી મળતી રહેશે.

2- 24 કલાક વધુ શુધ્ધ પાણી, 20 હજાર લિટર મફત પાણી મળતુ રહેશે.

3- ગ્રેજ્યુએશન સુધી દરેક બાળકનાં સારા શિક્ષણની ખાતરી.

4- દિલ્હીનાં લોકોને શ્રેષ્ઠ સારવાર મળશે.

5- વિદ્યાર્થીઓ માટે મફત મુસાફરીની પણ જોગવાઈ રહેશે.

6- પ્રદૂષણ મુક્ત દિલ્હી

7-મહિલાઓની સલામતી સર્વોપરી છે, મહોલ્લા માર્શલ ગોઠવવામાં આવશે.

8-સ્વચ્છ યમુના બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે.

9- મૂળ સુવિધાઓ કાચી વસાહતોમાં પહોંચાડવામાં આવશે.

10- ઝૂંપડપટ્ટીનાં લોકોને પાક્કા ઘરની ગેરંટી.

11- કરયાણાની ડોર સ્ટેપ ડિલિવરી.

12- આગામી 5 વર્ષમાં 10 લાખ વૃદ્ધોને તીર્થ યાત્રા કરાવવાની યોજના.

13-શાળાઓમાં દેશભક્તિનો અભ્યાસક્રમ, અંગ્રેજી ભાષાનો ક્લાસ પણ હશે.

14-જો સફાઇ કામદાર ફરજ દરમ્યાન મૃત્યુ પામે છે, તો તેના પરિવારને એક કરોડનું વળતર મળશે.

15-દિલ્હી સ્વરાજ બિલમાં મહોલ્લા સભાની વૃદ્ધિ.

16 – દિલ્હી સરકાર દ્વારા સ્કૂલોમાં રજૂ કરવામાં આવેલા હેપિનેસ અભ્યાસક્રમ અને ઉદ્યમ સાહસિક અભ્યાસક્રમની સફળતા પછી દેશભક્તિનો અભ્યાસક્રમ પણ રજૂ કરવામાં આવશે.

17-AAP એ દિલ્હી જન લોકપાલ બિલ 2015 માં પસાર કર્યુ, જે છેલ્લા 4 વર્ષથી કેન્દ્ર સરકાર પાસે પેન્ડિંગ છે, AAP સરકારનો સંઘર્ષ તેને ચાલુ રાખવા માટે યથાવત રહેશે.

18-સિસોદિયાએ કહ્યું, મેટ્રો નેટવર્ક 5 હજાર કિલોમીટર સુધી વધારશે.

19-ભોજપુરીને 8 માં શિડ્યુલમાં શામેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

20- નવા સફાઇ કામદારોની નિમણૂક

21- દિલ્હીમાં 24 કલાક દુકાનો ખુલ્લી રહેશે.

22- મહિલાઓને ઘરે બેઠા કમાવવાની તાલીમ આપવામા આવશે.

23- આવતા પાંચ વર્ષમાં દિલ્હીને આધુનિક શહેર બનાવાશે

24- દિલ્હીને પૂર્ણ રાજ્યને દરજ્જો

25- સીલિંગમાં સુરક્ષા

26- ખેડૂતોની તરફેણમાં જમીન સુધારણા કાયદામાં સુધારો

27- જૂના વેટ મામલાની એમ્નેસ્ટી સ્કીમ

28- માર્ગ ટ્રેક સંચાલકોને કાયદેસર રક્ષણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.