Not Set/ UAPA હેઠળ આતંકી જાહેર, – મસુદ અઝહર, દાઉદ ઇબ્રાહિમ, હાફિઝ સઈદ અને ઝાકી-ઉર-રેહમાન લખવી

મસૂદ અઝહર, હાફિઝ સઈદ, દાઉદ ઇબ્રાહિમ અને ઝાકી-ઉર-રેહમાન લખવીને આતંકવાદ વિરોધી કાયદા (UAPA) હેઠળ પડોશી પાકિસ્તાનમાં આશરો લેવા બદલ આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી સુધારેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ કરવામાં આવી છે. ગયા મહિને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે એક બિલને મંજૂરી આપી હતી, જે હેઠળ કોઈ વ્યક્તિને આતંકવાદી જાહેર કરી શકાય છે […]

Top Stories India
04 09 2019 dawood hafiz 19546713 UAPA હેઠળ આતંકી જાહેર, - મસુદ અઝહર, દાઉદ ઇબ્રાહિમ, હાફિઝ સઈદ અને ઝાકી-ઉર-રેહમાન લખવી

મસૂદ અઝહર, હાફિઝ સઈદ, દાઉદ ઇબ્રાહિમ અને ઝાકી-ઉર-રેહમાન લખવીને આતંકવાદ વિરોધી કાયદા (UAPA) હેઠળ પડોશી પાકિસ્તાનમાં આશરો લેવા બદલ આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી સુધારેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ કરવામાં આવી છે.

ગયા મહિને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે એક બિલને મંજૂરી આપી હતી, જે હેઠળ કોઈ વ્યક્તિને આતંકવાદી જાહેર કરી શકાય છે અને તેની સંપત્તિ જપ્ત કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, પહેલા તેમની સંસ્થાઓને આતંકવાદી જાહેર કરવામાં આવતી હતી. હવે આ સુધારેલા બિલ હેઠળ કોઈ વ્યક્તિને પણ આતંકી જાહેર કરી શકાય છે. જ્યાં હવે આવી કાર્યવાહી પણ કરવામાં આવી છે.

બિલને મંજૂરી આપતી વખતે કહેવામાં આવ્યું હતું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ  સુધારો (UAPA) બિલ, 2019 એ તે વ્યક્તિઓ પર કાર્યવાહી કરવાની સાથે સાથે આતંકવાદી જાહેર કરાયેલા લોકો પર મુસાફરી પર પ્રતિબંધની જોગવાઈ છે. જ્યારે આ બિલને મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે આશંકા હતી જ કે, તેની હેઠળ ભારતના મોસ્ટ વોન્ટેડ લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઇદ અને જૈશ-એ-મોહમ્મદના વડા મસુદ અઝહર ને આતંકવાદી જાહેર કરી શકાય છે.

જોકે, દાઉદ ઇબ્રાહિમ અને ઝાકી-ઉર-રેહમાન લખવીને પણ તેમની સાથે આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, બિલમાં સુધારા બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ના ડાયરેક્ટર જનરલને આવા આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.