Not Set/ અભિનેત્રીને કોલ ગર્લ બતાવી ટ્રેનમાં ચીપકાવ્યુ પોસ્ટર, ફોટો અને નંબર કરાયો જાહેર

બંગાળી સિનેમાની જાણીતી અભિનેત્રી બૃસ્તી રોય આજ કાલ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. કોઈ વ્યક્તિએ તેને કોલ ગર્લ ગણાવીને ટ્રેનમાં પોસ્ટરો લગાવી દીધા હતા. આ પોસ્ટરમાં તેનો ફોટો અને નંબર પણ હતો જેના પર કોલ્સ આવવા લાગ્યા હતા. ફોન કોલ્સ અને અશ્લીલ મેસેજોથી પરેશાન અભિનેત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે જ્યારે આગ પકડાઇ ત્યારે FIR […]

Top Stories Entertainment
brishti roy final 1 390x220 1 અભિનેત્રીને કોલ ગર્લ બતાવી ટ્રેનમાં ચીપકાવ્યુ પોસ્ટર, ફોટો અને નંબર કરાયો જાહેર

બંગાળી સિનેમાની જાણીતી અભિનેત્રી બૃસ્તી રોય આજ કાલ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. કોઈ વ્યક્તિએ તેને કોલ ગર્લ ગણાવીને ટ્રેનમાં પોસ્ટરો લગાવી દીધા હતા. આ પોસ્ટરમાં તેનો ફોટો અને નંબર પણ હતો જેના પર કોલ્સ આવવા લાગ્યા હતા. ફોન કોલ્સ અને અશ્લીલ મેસેજોથી પરેશાન અભિનેત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે જ્યારે આગ પકડાઇ ત્યારે FIR નોંધવામાં આવી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

brushti roy અભિનેત્રીને કોલ ગર્લ બતાવી ટ્રેનમાં ચીપકાવ્યુ પોસ્ટર, ફોટો અને નંબર કરાયો જાહેર

બોઉ કોથા કાઓ, ‘તુમૈ અમૈ મિલે’, ‘સુબર્ળલતા’ અને ‘ભૂમિકન્યા’ જેવી બંગાળી ટીવી સિરિયલોમાં કામ કરનારી અભિનેત્રી બૃસ્તી રોયનાં પોસ્ટર ત્યાની ટ્રેનમાં લગાવાયા છે. એસ્કોર્ટ સર્વિસની જાહેરાતમાં તેનો ફોટો અને નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પોસ્ટર પર લખ્યું છે- ‘તમે મુશ્કેલીમાં છો? તમે રાત્રે સુતા નથી? શું તમારી પત્ની તમારાથી દૂર છે? ચિંતા કરશો નહી, મારી પાસે આવો, હું બૃસ્તી રોય, ચાર્જેસ- 20,000.’ આ અભિનેત્રી માટે એક ખરાબ સપના જેવુ હતુ.

brushh અભિનેત્રીને કોલ ગર્લ બતાવી ટ્રેનમાં ચીપકાવ્યુ પોસ્ટર, ફોટો અને નંબર કરાયો જાહેર

જ્યારે લોકોએ આ પોસ્ટર પર ધ્યાન આપ્યું, તો પુરુષોનાં ફોન તેમની પાસે આવવા લાગ્યા. અભિનેત્રીએ પોતે કહ્યું હતું કે, 24 ઓગષ્ટની સાંજે પહેલીવાર કોલ આવ્યો હતો. તેઓએ વિચાર્યું કે આ કોલ ભૂલથી આવ્યો હશે. પરંતુ તે પછી તરત જ, જ્યારે ફોન વારંવાર આવવાનું શરૂ થયું, તો તે પરેશાન થઈ ગઈ. જે પછી, તેના એક મિત્રએ કહ્યું કે આ પોસ્ટર સીયાલદહ-લક્ષ્મીકાંતપુર લોકલમાં લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ અભિનેત્રીએ તુરંત નજીકનાં પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી હતી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. સી.સી.ટી.વી.નાં આધારે પોસ્ટરો લગાવનારને ઓળખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.