UP Election/ લખનૌમાં અરવિંદ કેજરીવાલનાં PM મોદી પર પ્રહાર, કહ્યું, સરકારે દેશની સુરક્ષાને કોમેડી બનાવી દીધી છે

લખનૌમાં અરવિંદ કેજરીવાલે પીએમ પર પ્રહાર કરતા જણાવ્યું હતું તેમણે દેશની સુરક્ષાને કોમેડી બનાવી દીધી છે. છેલ્લા 7 વર્ષમાં મોદીજીએ દેશ પર રાજ કર્યું છે, 70 વર્ષ કોંગ્રેસનું શાસન છે. પરંતુ તેમની પાસે એવું કોઈ કામ નથી જે આ કહી શકે. તેથી જ તેઓ કેજરીવાલને આતંકવાદી કહીને વોટ માંગી રહ્યા છે.

Top Stories India
kejriwal

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. ચોથા તબક્કાનો પ્રચાર કરવામાં માટે અંતિમ દિવસ છે. જેને લઈને તમામ પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આજે ચૂંટણીના પ્રચાર માટે લખનૌ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપ પર પ્રહારો કર્યા હતા

આ પણ વાંચો: 12 લાખ સરકારી નોકરીની જગ્યાઓ ખાલી, યોગી સરકાર પર સોનિયા ગાંઘીનો પ્રહાર

લખનૌમાં અરવિંદ કેજરીવાલે પીએમ પર પ્રહાર કરતા જણાવ્યું હતું તેમણે દેશની સુરક્ષાને કોમેડી બનાવી દીધી છે. છેલ્લા 7 વર્ષમાં મોદીજીએ દેશ પર રાજ કર્યું છે, 70 વર્ષ કોંગ્રેસનું શાસન છે. પરંતુ તેમની પાસે એવું કોઈ કામ નથી જે આ કહી શકે. તેથી જ તેઓ કેજરીવાલને આતંકવાદી કહીને વોટ માંગી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીમાં મફત અને 24 કલાક વીજળી આપવામાં આવી રહી છે. દિલ્હીમાં શાળાઓ અને હોસ્પિટલોમાં સુધારો કરવામાં આવ્યો છે અને તેને યુપીમાં પણ લાગુ કરવામાં આવશે. . યુપીમાં પણ સરકાર બન્યા બાદ અહીં પણ સુધારા કરવામાં આવશે. આ જાદુ ફક્ત અરવિંદ કેજરીવાલ જ કરી શકે છે. કેજરીવાલે કહ્યું કે રાજ્યમાં સરકાર બન્યા બાદ તેઓ મહિલાઓ અને બેરોજગારોને ભથ્થું આપશે.

આ પણ વાંચો:સમાજવાદી પાર્ટીએ આતંકવાદીઓને મુક્ત કરવાનું આપ્યું વચન: અમિત શાહ

સમાજવાદી પાર્ટી પર પ્રહાર કરતા શાહે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી આતંકવાદીઓની સાથે છે. સમાજવાદી પાર્ટીએ ચૂંટણી ઘોષણાપત્રમાં આતંકવાદીઓને મુક્ત કરવાનું વચન આપ્યું હતું. તેમણે જનતાને પૂછ્યું કે, વોટના લોભમાં આતંકવાદીઓને સમર્થન કરનારાઓએ વોટ આપવો જોઈએ ખરો ?

પ્રિયંકા ગાંધી પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, સપા અને કોંગ્રેસે આતંકવાદ સામેની લડાઈ નબળી પાડી છે. તેમણે કહ્યું કે, અમારો સંકલ્પ દેશ અને દુનિયામાં આતંકવાદ ફેલાવનારાઓને જડમૂળથી ઉખેડી નાખવાનો છે. પ્રિયંકા ગાંધી કહે છે કે, આતંકવાદ એક નિરર્થક વસ્તુ છે. તેને રોકવો અર્થહીન છે. તેમના નેતા સલમાન ખુર્શીદ કહે છે કે, અમદાવાદ બ્લાસ્ટમાં પકડાયેલા લોકો નિર્દોષ છે.