Not Set/ #Budget2019 #Gujarat : આવી છે બજેટની મુખ્ય પોણો સો જાહેરાત!!

ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ વખત 2 લાખ 4 હજાર 815 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. નાણામંત્રી દ્રારા અંદાજીત રૂ 572.12 કરોડ પુરાંત  દર્શાવતું બજેટ રજૂ કરવામા આવ્યું છે. બજેટમાં વીજદરમાં વધારાનાં કારણે 180 કરોડ સુચિત આવકમાં વધારો અંકવામાં આવ્યો છે. તો સ્ટેમ્પ દર વધારાના કારણે 107 કરોડ સુચિત આવકમાં વધારો અંદાજીત છે. તો સાથે સાથે કરવેરામાંથીની રૂ. […]

Top Stories Gujarat
gujarat budget2019 1 #Budget2019 #Gujarat : આવી છે બજેટની મુખ્ય પોણો સો જાહેરાત!!

ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ વખત 2 લાખ 4 હજાર 815 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. નાણામંત્રી દ્રારા અંદાજીત રૂ 572.12 કરોડ પુરાંત  દર્શાવતું બજેટ રજૂ કરવામા આવ્યું છે. બજેટમાં વીજદરમાં વધારાનાં કારણે 180 કરોડ સુચિત આવકમાં વધારો અંકવામાં આવ્યો છે. તો સ્ટેમ્પ દર વધારાના કારણે 107 કરોડ સુચિત આવકમાં વધારો અંદાજીત છે. તો સાથે સાથે કરવેરામાંથીની રૂ. 287 કરોડની વધારોની આવક સરકાર દ્રારા ઊભી કરવામાં આવવાનો આવકમાં અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.

np budget1 #Budget2019 #Gujarat : આવી છે બજેટની મુખ્ય પોણો સો જાહેરાત!!

ગુજરાત સરકારના બજેટ 2019-20ની પોણો સો ઉપલ્બધીઓ….

1. સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારના વિકાસ માટે રૂ.260 કરોડ
2. ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની ક્ષમતામાં વધારો કરાશે
3. ગુજરાતમાં ગ્રીન એન્ડ ક્લીન એનર્જીનો વ્યાપ વધાર્યો
4. માઈક્રો ઈરિગેશનનો વ્યાપ વધારવા ખાસ જોગવાઈ
5. શહેરોમાં ગંદા પાણીના નિકાલ માટે અલગ વ્યવસ્થા
6. શહેરોના ગંદાપાણીના રીસાયકલ કરીને ખેતી અને ઉઘોગોમાં વપરાશમાં લેવાશે
7. ગટરના પાણીનું રિસાઈકલ કરીને ખેતીમાં ઉપયોગમાં લેવા આયોજન
8. ​22 નવા બસ સ્ટેશન બનશે, નવી બસો ખરીદાશે. એસટી માટે 1 હજાર કરોડની જોગવાઈ
9. મુખ્યમંત્રી સડક યોજના માટે 500 કરોડની જોગવાઈ
10. સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓનું સ્ટાઈપેન્ડ વધશે
11. રાજ્યના બધા જ ખેડૂતોને PM કિસાન સન્માન યોજનાનો લાભ
12. PM કિસાન સન્માન યોજના અંતર્ગત 28 લાખ ખેડૂતોને ચૂકવણી
13. 28 લાખ ખેડૂતોને પ્રથમ 2 હપ્તાના 1131 કરોડ ચુકવ્યા
14. આંગણવાડી બહેનોના પગારમાં વધારો કર્યો હતો
15. બાગાયતી પાકોમાં વેલ્યુ એડીશન માટે હોર્ટિકલ્ચર નોલેજ સોસાયટી સ્થપાશે
16. દરિયાના ખારા પાણીને શુદ્ધ કરવા 8 ડિસેલિનેશન પ્લાન્ટ
17. બનાસકાંઠામાં થરાદથી સીપુ ડેમ સુધી લાઈન માટે રૂ.100 કરોડ જોગવાઈ
18. નદીઓનું પ્રદૂષણ અટકાવવા રૂ.500 કરોડની જોગવાઈ
19. સૌને આવાસ યોજનાના લક્ષ્યાંક માટે રૂ.1553 કરોડની જોગવાઈ
20. 16.54 લાખ ખેડૂતોને વીજળી પુરી પાડવા સરકાર તત્પર
21. વીજળી માટે સોલાર રૂફ ટોપ યોજનાની જાહેરાત
22. 1થી 3 કિલોવોટ સોલાર પ્લાન્ટ લગાવનારને 40 ટકા સબસીડી
23. પુરૂષ દીઠ સ્ત્રી જન્મદર વધારવા નવી યોજનાની જાહેરાત
24. વ્હાલી દિકરી યોજના જાહેરાત
25. આગામી અષાઢી બીજ સુધીમાં ખેડૂતોને સવા લાખ વીજ કનેક્શન અપાશે
26. અષાઢી બીજથી નર્મદામાંથી કેનાલમાં પાણી છોડવામાં આવશે
27. ખેડૂતોને સિંચાઈ માટે અષાઢી બીજથી નર્મદાનું પાણી અપાશે
28. CM એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ 1 લાખ ભરતી માટે રૂ.78 કરોડ
29. શ્રમિકો માટે સચેત યોજના હેઠળ રૂ.15 કરોડની જોગવાઈ
30. શ્રમિકોના બાળકોની હોસ્ટેલ માટે રૂ.10 કરોડની જોગવાઈ
31. રાજ્યમાં ફાયર સેફ્ટી ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાશે
32. આગની ઘટનાઓ બાદ સરકારે રૂ.129 કરોડની જોગવાઈ કરી
33. અગ્નિશામક સાધન, ફાયર સ્ટેનનના સાધનો માટે જોગવાઈ
34. મેટ્રોરેલ પ્રોજેક્ટને આગળ વધારવા રૂ.510 કરોડની જોગવાઈ
35. ફાર્મ મિકેનાઈઝેશન હેઠળ રૂ.235 કરોડની જોગવાઈ
36. એગ્રો અને ફૂડ પ્રોસેસીંગ એકમોને સહાય માટે રૂ.34 કરોડ
37. રાસાયણિક ખાતર પુરૂ પાડવા રૂ.25 કરોડની જોગવાઈ
38. પાકનું ડ્રોન, સેટેલાઈટ ઈમેજના સર્વે માટે રૂ.25 કરોડ જોગવાઈ
39. ડાંગ, વલસાડમાં ઓર્ગેનિક ખેતી માટે રૂ.15 કરોડ જોગવાઈ
40. શાકભાજીના ધરૂ તૈયાર કરવા પંચમહાલ, નર્મદા, અરવલ્લીમાં સેન્ટર
41. 3 નવા સેન્ટર ઓપ એક્સલન્સ સ્થાપવા રૂ.8 કરોડ જોગવાઈ
42. 12 દૂધાળા એવા 4 હજાર ડેરી ફાર્મ માટે રૂ.134 કરોડ જોગવાઈ
43. 460 ફરતા પશુ દવાખાના માટે રૂ.47 કરોડની જોગવાઈ
44. મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજનામાં રૂ.28 કરોડ જોગવાઈ
45. કરૂણા એનિમલ હેલ્પલાઈન માટે રૂ.15 કરોડની જોગવાઈ
46. દૂધ મંડળી, પશુપાલકોને સાધન ખરીદી માટે રૂ.36 કરોડ જોગવાઈ
47. સૌરાષ્ટ્ર, કચ્છના પશુપાલકો માટે રૂ.25 કરોડની જોગવાઈ
48. ગીર, કાંકરેજી ગાયના સંવર્ધન માટે રૂ.38 કરોડ જોગવાઈ
49. કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ રૂ.33 કરોડની જોગવાઈ
50. ખેડૂતોના વ્યક્તિગત ગોડાઉન બાંધકામ માટે રૂ.11 કરોડ જોગવાઈ
51. નીલ ક્રાંતિ યોજના અંતર્ગત રૂ.65 કરોડની જોગવાઈ
52. નવા બંદરોના વિકાસ માટે રૂ.210 કરોડની જોગવાઈ
53. ફિશીંગ બોટમાં માછીમારો માટે રૂ.18 કરોડની જોગવાઈ
54. હાલના મત્સ્ય બંદરોના રખરખાવ માટે રૂ.60 કરોડ જોગવાઈ
55. માછીમારોને જીપીએસ માટે રૂ.60 કરોડની જોગવાઈ
56. ઝીંગા ઉછેરને પ્રોત્સાહન આપવા માટે રૂ.9 કરોડ જોગવાઈ
57. ઊકાઈ જળાશય સિંચાઈના લાભ માટે રૂ.962 કરોડ જોગવાઈ
58. 3 મોટી ઉદ્દવહન સિંચાઈ યોજના હાથ ધરાશે
59. સોનગઢ, ઉમરપાડ, ડેડિયાપાડા પાઈપલાઈન માટે રૂ.720 કરોડ જોગવાઈ
60. અંબિકા નદીના વાઘરેચ પ્રોજેક્ટમાં રૂ.372 કરોડની જોગવાઈ
61. કાકરાપાર – ગોરધા – વડ યોજનામાં રૂ.245 કરોડની જોગવાઈ
62. શહેરી વિસ્તાર આરોગ્ય તંત્રને સુદ્રઢ કરવા 110 કરોડ જોગવાઈ
63. તબીબી શિક્ષણ માટે MBBS 4800, Dental 1240, PG diploma સુપર સ્પેશ્યાલીટી માટે 1944 બેઠકો ઉપલબ્ધ
64. રાજકોટ એઇમ્સ માટે 200 એકર જમીન ફાળવણી
65. ધોરણ નવ માભણતી કન્યાઓને સાયકલ આપવા 74 કરોડ, કુંવરબાઇ મામેરા યોજનાવ માટે 35 કરોડ, સમરસ કુમાર છાત્રાલય        માટે 9 કરોડ જોગવાઈ
66. એનેમિયા અને કુપોષણ નિવારણ માટે રાજ્યમાં ફોર્ટિફાઇડ ચોખાનું વિતરણ કરવાનું આયોજન. આ પાયલોટ પ્રોજેક્ટ નર્મદા            જિલ્લામાં આ વર્ષે શરૂ કરવામાં આવશે જેના માટે રૂપિયા 1 કરોડની જોગવાઈ
67. પોલીસ તંત્રની નવી કચેરીઓ બાંધવા રૂપિયા 155 કરોડ, પોલીસકર્મીના આવાસ બાંધવા રૂપિયા 223 કરોડ તથા જેલ તંત્રના          મકાનો અને આવાસો બાંધવા રૂપિયા 109 કરોડ થઈ કુલ રૂપિયા 487 કરોડની જોગવાઈ
68. સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ રૂપિયા 129 કરોડની જોગવાઈ
69. રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે રૂપિયા 44 કરોડની જોગવાઈ
70. રાજ્યમાં આવેલ ઉદ્યોગો તેમજ અતિ મહત્વપૂર્ણ મેટ્રો રેલ પ્રોજેક્ટની સુરક્ષા માટે 2400 પોલીસ કર્મીઓ સાથેના રાજ્ય અનામત        પોલીસ દળના 2 નવા ગ્રુપ ઊભા કરવામાં આવશે
71. જૂનાગઢના ઐતિહાસિક અને પ્રાચીન ઉપરકોટ કિલ્લાના વારસાના વિકાસ માટે રૂપિયા 7 કરોડની જોગવાઈ
72. MSME ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અંતર્ગત રૂપિયા 880 કરોડની જોગવાઈ
73. માંદા ઔધોગિક એકમોના પુનર્વસન માટે રૂપિયા 60 કરોડની જોગવાઈ
74. રાજ્યના યુવાવર્ગ માટેની સ્ટાર્ટઅપ યોજના અન્વયે રૂપિયા 19 કરોડની જોગવાઈ
75. 807 કિલોમીટરના રાજ્ય ધોરીમાર્ગો ને દ્વિમાર્ગી કરવા માટે 209 કરોડની જોગવાઈ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન