Gujarat/ ગુજરાતમાં રાત્રિ કર્ફ્યુનાં કારણે હોટલ-રેસ્ટોરન્ટમાં મંદીનું મોજું

ગુજરાતમાં કોરોનાનાં વધતા જતા કેસ અંગે કડક માર્ગદર્શિકાનું પાલન થઇ રહ્યું છે. દરમિયાન રાત્રિ કર્ફ્યુનાં કારણે હોટલ-રેસ્ટોરન્ટને તાળા લાગે એવી સ્થિતિનું સર્જન થયું છે.

Gujarat Others
રાજ્યમાં હોટલ અને રેસ્ટોરન્ટને કર્ફ્યુની અસર
  • ગુજરાતમાં હોટલ-રેસ્ટોરન્ટમાં મંદીનું મોજું
  • રાત્રિ કર્ફ્યુના કારણે વિપરિત અસર
  • હોટલ-રેસ્ટોરન્ટ રાત્રિએ 9.30 કલાકે કરવા પડે છે બંધ
  • હોટલ-રેસ્ટોરન્ટમાં માત્ર 40 ટકા જ ધંધો
  • સંચાલકોને મોટું આર્થિક નુક્સાન
  • કર્મચારીઓ માટે રોજગારીની સમસ્યા
  • ટેક-વે અને હોમ ડિલીવરીનો સમય વધારવા માગ
  • રાત્રિ કરફ્યુના સમયમાં ઘટાડો કરવા માગ
  • રાત્રિ કરફ્યુ નહીં ઘટાડાય તો હોટલ-રેસ્ટોરન્ટ થશે બંધ

ગુજરાતમાં કોરોનાનાં વધતા જતા કેસ અંગે કડક માર્ગદર્શિકાનું પાલન થઇ રહ્યું છે. દરમિયાન રાત્રિ કર્ફ્યુનાં કારણે હોટલ-રેસ્ટોરન્ટને તાળા લાગે એવી સ્થિતિનું સર્જન થયું છે. હોટલ-રેસ્ટોરન્ટને ચાલુ રાખવા રાત્રિ કર્ફ્યુનો સમય ઘટાડવાની માંગ હોટલ-રેસ્ટોરન્ટ એસોસિએશને કરી છે.

આ પણ વાંચો – ઠંડીનો ચમકારો / દિલ્હીમાં ઠંડીએ તોડયો 7 વર્ષનો રેકોર્ડ, આગામી બે દિવસ વરસાદની સંભાવના

ગુજરાતમાં કોરોનાનાં કેસનો આંક 10 હજારને વટાવી ચૂક્યો છે. દરમિયાન જનજીવનને અસર થાય નહીં તે મુજબ માર્ગદર્શિકા જાહેર કરી તેનો અમલ કરવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો છે. આજની સ્થિતિએ વેપાર-ધંધા અને મોલ રાબેતા મુજબ ચાલી રહ્યાં છે. પરંતુ હોટલ-રેસ્ટોરન્ટમાં ગ્રાહકોની સંખ્યા નજીવી રહી છે. રાત્રિ કર્ફ્યુનો સમય 10 કલાક હોવાના કારણે હોટલ-રેસ્ટોરન્ટ 9.30 સુધીમાં બંધ કરવા પડે છે. પરિણામે 40 ટકા જ ધંધો થઇ શકે છે. બીજી બાજુ કર્મચારીઓને મોટા પગાર અને અન્ય ખર્ચ મોટા પ્રમાણમાં થતાં હોટલ-રેસ્ટોરન્ટ પૂર્વવત ચાલે એવી સ્થિતિમાં નથી. હોટલ-રેસ્ટોરન્ટ માટે ટેક-અવે અને હોમ ડિલીવરી માટેનો સમય વધારવામાં આવે અને રાત્રિ કર્ફ્યુનો સમય ઘટાડવામાં આવે તો મંદીમાં સપડાયેલા હોટલ-રેસ્ટોરન્ટને પૂર્વવત કરી શકાય એમ છે.

આ પણ વાંચો – ગુજરાત /  સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્રએ વર્ષ દરમિયાન જુદા-જુદા નિયમોના ભંગ બદલ રૂ. 1.69 કરોડનો દંડ વસુલ્યો

જો વર્તમાન સ્થિતિ યથાવત રાખવામાં આવશે તો હોટલ-રેસ્ટોરન્ટ બંધ કરવા પડે એવી સ્થિતિ નકારી શકાય એમ નથી. હાલમાં અમલી સરકારી ગાઇડલાઇન 22 જાન્યુઆરીએ પૂર્ણ થાય છે ત્યારે હવે હોટલ-રેસ્ટોરન્ટ માટે વધુ મુક્તિ આપવાની દિશામાં સરકાર નિર્ણય કરે તો સંચાલકો તેને ચલાવી શકશે, નહીં તો હોટલ-રેસ્ટોરન્ટ મંદીનાં વમળમાં ફસાશે અને અંતે તાળા લાગવા સુધીની સ્થિતિનું સર્જન થઇ શકે છે. આ પહેલા સરકાર હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકો અને ગ્રાહકોનાં હિતમાં નિર્ણય લેશે?