LLC T20/ ક્રિકેટનાં મેદાનમાં તોફાની ઇનિંગ રમ્યા બાદ યુસુફ પઠાણે કહ્યુ- ટાઇગર અભી જીંદા હૈ

લિજેન્ડ્સ ક્રિકેટ લીગ (LLC) ની પ્રથમ મેચમાં ઈન્ડિયા મહારાજાઓએ વિસ્ફોટક બેટ્સમેન યુસુફ પઠાણની ધમાકેદાર ઇનિંગ્સનાં દમ પર પાકિસ્તાનનાં મિસ્બાહ-ઉલ-હકની આગેવાની હેઠળની એશિયા લાયન્સને 6 વિકેટે હરાવ્યું હતું.

Sports
યુસુફ પઠાણ

લિજેન્ડ્સ ક્રિકેટ લીગ (LLC) ની પ્રથમ મેચમાં ઈન્ડિયા મહારાજાઓએ વિસ્ફોટક બેટ્સમેન યુસુફ પઠાણની ધમાકેદાર ઇનિંગ્સનાં દમ પર પાકિસ્તાનનાં મિસ્બાહ-ઉલ-હકની આગેવાની હેઠળની એશિયા લાયન્સને 6 વિકેટે હરાવ્યું હતું.

આ પણ વાંચો – T20 World Cup / ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડકપ મેચોનું શેડ્યૂલ જાહેર, ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે

ઈન્ડિયા મહારાજની જીતનાં હીરો યુસુફ પઠાણે 200નાં સ્ટ્રાઈક રેટથી 40 બોલમાં 80 રન બનાવ્યા હતા. તેણે માત્ર 28 બોલમાં અડધી સદી ફટકારી હતી. પઠાણે પોતાની ઇનિંગમાં 5 સિક્સ અને 9 ફોર ફટકારી હતી. બેટિંગ સિવાય તેના ભાઈ અને ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે બોલિંગમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. મેચ બાદ ઈરફાન તેના ભાઈ યુસુફ સાથે ફની વાતચીત કરતો જોવા મળ્યો હતો. ઈરફાને આ વાતચીતનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં ઈરફાન મેચનાં હીરો યુસુફ પાસે આવે છે અને પૂછે છે, ‘કેવું લાગે છે ભાઈ અને તમે કેટલી પ્રેક્ટિસ કરી?’ જેના જવાબમાં યુસુફે કહ્યું, ‘સારું લાગ્યું અને મેં પ્રેક્ટિસ તરીકે બે મહિના પછી 3 થી 4 બેટિંગ સેશન કર્યા પરંતુ સતત બે સેશન કર્યા, એક 30 મિનિટ અને એક 40 મિનિટ. વીડિયોનાં અંતમાં ઈરફાન હસ્યો અને યુસુફને પૂછ્યું, ‘ટાઈગર જીવતો છે?’ જેના જવાબમાં તેણે કહ્યું, ટાઈગર અભી જીંદા હૈ બેટા.’

https://www.instagram.com/reel/CY9lFVboJxg/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – LLC T20 / યુસુફ પઠાણે એકવાર ફરી ક્રિકેટનાં મેદાનમાં ગદર મચાવ્યો, 40 બોલમાં ફટકાર્યા ધમાકેદાર 80 રન

આ વીડિયો અપલોડ કરતા ઈરફાને કેપ્શનમાં લખ્યું કે, ‘શું જીત હતી, શું મેચ હતી અને કેટલી શાનદાર ઈનિંગ હતી. યુસુફ પઠાણ હંમેશા મેચ વિનર રહ્યો છે. તેના આ વીડિયો પર કોમેન્ટ કરતા ઈન્ડિયા મહારાજાનાં ફાસ્ટ બોલર મુનાફ પટેલે પણ યુસુફ પઠાણને અભિનંદન પાઠવ્યા હતા. IPL ની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે પણ યુસુફનાં વખાણ કર્યા છે.