IND vs SA/ ટીમ ઈન્ડિયાની Captaincy માં સુપર ફ્લોપ સાબિત થયો કે.એલ.રાહુલ

કેએલ રાહુલની કપ્તાનીમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસ પર ODI સીરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. વનડે સીરીઝ પહેલા ભારતે ટેસ્ટ સીરીઝ પણ ગુમાવવી પડી હતી.

Sports
KL Rahul

કેએલ રાહુલની કપ્તાનીમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસ પર ODI સીરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. વનડે સીરીઝ પહેલા ભારતે ટેસ્ટ સીરીઝ પણ ગુમાવવી પડી હતી. કેપટાઉનમાં રમાયેલી છેલ્લી વન-ડે મેચમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે જીતની ખૂબ જ નજીક પહોંચી હતી, પરંતુ તેમને જીત મળી ન હોતી અને મુલાકાતી ટીમને ચાર રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો – પ્રભાવશાળી ક્રિકેટર / પાકિસ્તાનનો આ વિકેટ-કીપર બેટ્સમેન બન્યો ICC Men’s Player of the Year

આ જીત સાથે જ યજમાન ટીમે ભારતનો 3-0થી સફાયો કરી દીધો હતો. આ પાંચમી વખત હતું જ્યારે ભારતને ત્રણ કે તેથી વધુ મેચોની ODI સીરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. વળી, હવે કેપ્ટન રાહુલે આ નજીકની હાર માટે બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા છે. કેએલ રાહુલે મેચ બાદ કહ્યું, ‘દીપકે અમને સારી તક આપી કે અમે મેચ જીતી શક્યા હોત. અમે આમાંથી શીખીશું. અમે ઘણી ભૂલો કરી, અમારા શોટની પસંદગી ખોટી હતી, જે બધાએ જોયું. અમે સારું પ્રદર્શન કર્યું પરંતુ તેને લાંબા સમય સુધી ટકાવી ન શક્યા અને તેથી જ અમારું પરિણામ આ પ્રમાણે આવ્યું. જ્યાં સુધી ટેસ્ટમાં કેપ્ટનશિપનો સવાલ છે, હું લાંબા સમયથી ટીમનો ભાગ છું, મને ખબર છે કે મેચને કેવી રીતે સમજવી અને આગળ વધવું. આવનારો સમય વર્લ્ડ કપનો છે, તેથી આશા છે કે અમે સફેદ બોલ ક્રિકેટમાં વધુ સારું પ્રદર્શન કરીશું. દક્ષિણ આફ્રિકામાં સમય પસાર કરવો સારો હતો, સ્કોરકાર્ડ અલગ દેખાય છે. હું અહીં ઘણું શીખ્યો છું અને તે ભવિષ્યમાં કામમાં આવશે.

આ પણ વાંચો – Syed Modi International Tournament / પીવી સિંધુએ ફાઇનલમાં માલવિકા બંસોડને હરાવીને મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો

કેપટાઉનમાં ભારત પાસે પોતાની લાજ બચાવવાની છેલ્લી તક હતી. રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ક્વિન્ટન ડી કોકની સદી છતાં બોલરો યજમાન ટીમને 287 રનનાં સ્કોર સુધી રોકવામાં સફળ રહ્યા હતા. પરંતુ જીત માટે મળેલા 288 રનનાં ટાર્ગેટને ટીમ ઈન્ડિયા દીપક ચહરનાં અંતિમ ઓવરોમાં રમેલી 34 બોલમાં 54 રનની ઇનિંગ છતા પણ મેળવી શકી નહોતી. ભારતીય ટીમ 49.2 ઓવરમાં 283 રન જ બનાવી શકી હતી.