Shocking/ વૃદ્ધનું ઘર પૂરી રીતે સળગી ગયુ પણ બિલાડી બચી ગઇ તો ખુશીમાં રડવા લાગ્યા, જુઓ આ ભાવુક Video

આજનાં સમયમાં, કૂતરો અને બિલાડી બે એવા પ્રાણીઓ છે, જે વિશ્વમાં સૌથી વધુ પાળવામાં આવે છે. આવી સ્થિતિમાં, લોકો તેમની સાથે ખૂબ જ જોડાયેલા છે અને લોકો બંનેને ઉછેરવાનું પસંદ કરે છે.

Ajab Gajab News
ઘર સળગી ગયુ પણ બિલાડી બચી ગઇ

આજનાં સમયમાં, કૂતરો અને બિલાડી બે એવા પ્રાણીઓ છે, જે વિશ્વમાં સૌથી વધુ પાળવામાં આવે છે. આવી સ્થિતિમાં, લોકો તેમની સાથે ખૂબ જ જોડાયેલા છે અને લોકો બંનેને ઉછેરવાનું પસંદ કરે છે. આપણે બધા જાણીએ છીએ કે શ્વાનને વિશ્વનાં સૌથી વફાદાર પ્રાણીઓ માનવામાં આવે છે, કારણ કે તેઓ તેમના માલિકો માટે કંઈપણ કરવા તૈયાર હોય છે. એટલું જ નહીં, એવા ઘણા અહેવાલો છે કે કૂતરાઓ તેમના માલિકની સુરક્ષામાં પોતાનો જીવ પણ ગુમાવે છે. જો કે, સાથે રહેતા આ પ્રાણીઓની સંભાળ રાખનારાઓ પણ તેમની સાથે એટલા જોડાયેલા થઈ જાય છે કે તેઓ તેમના માટે રડતા જોવા મળે છે.

આ પણ વાંચો – OMG! / ભગવાને કળિયુગમાં લીધો અવતાર! મહિલાએ ચાર હાથ-પગવાળા બાળકને આપ્યો જન્મ

આજનાં સમયમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ પોતાની પાલતુ બિલાડીને છાતી સાથે વળગીને રડતો જોવા મળી રહ્યો છે. જી હા, આની પાછળની કહાની તમને રડાવી દેશે અને આ સ્ટોરી વિશે જાણીને તમે પણ રડી જશો. જણાવી દઇએ કે, આ મામલો એવો છે કે વીડિયોમાં દેખાતા વૃદ્ધનું ઘર સંપૂર્ણપણે બળી ગયું છે. તમે જોઈ શકો છો કે આજુબાજુનાં ઘરો પણ બળેલા જોવા મળે છે. જો કે, વૃદ્ધ માણસ તેના ઘરનાં સળગી જવાથી એટલો દુઃખી નથી, કારણ કે તે ખુશ છે કે તેની પાલતુ બિલાડી તે આગમાંથી બચી ગઈ છે. આ વીડિયોમાં તેની ખુશી જોઈ શકાય છે કે કેવી રીતે તે બિલાડીને પોતાની છાતી પર પકડીને રડતા જોવા મળી રહ્યા છે.

https://twitter.com/susantananda3/status/1481985529650761730?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1481985529650761730%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.newstracklive.com%2Fnews%2Fhis-house-is-totally-burned-down-but-he-cries-in-happiness-on-seeing-his-pet-cat-alive-sc108-nu612-ta612-1485871-1.html

આ પણ વાંચો – Shocking / જાણીતા બોક્સરે તેના જન્મ દિવસે ગર્લફ્રેન્ડ સાથે પોસ્ટ કરી Nude Photo

તમે જોઈ શકો છો કે આ વીડિયોમાં ફાયર ફાઈટર પણ આગ ઓલવતા જોવા મળી રહ્યા છે. માત્ર 44 સેકન્ડનો આ વીડિયો ખૂબ જ ઈમોશનલ છે અને આ ઈમોશનલ વિડિયો IFS ઓફિસર સુસાંતા નંદાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને લખ્યું છે કે, ‘તેમનું ઘર સંપૂર્ણપણે બળી ગયું છે, પરંતુ તે પોતાની પાલતુ બિલાડીને જીવિત જોઈને ખુશીથી રડી પડ્યા છે. તમે જોઈ શકો છો કે આ વીડિયોમાં દરેક વસ્તુ ખૂબ જ ઈમોશનલ છે અને તે તમને રડાવી દેશે તેવી જ છે.