OMG!/ ઉત્તરાયણમાં વાંદરાએ ચગાવ્યો પતંગ, જુઓ Viral Video

અમે અહી તમને જે જણાવી રહ્યા છીએ તે જોઇને થોડો સમય માટે તમે દંગ રહી જશો. સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી એક વાંદરાનો પતંગ ઉડાવતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 

Ajab Gajab News
વાંદરાએ ઉડાવ્યો પતંગ

ઉત્તરાયણમાં તમે મોટી સંખ્યામાં લોકોને પતંગ ઉડાવતા જોયા જ હશે, જે બિલકૂલ સામાન્ય વાત છે પરંતુ અમે અહી તમને જે જણાવી રહ્યા છીએ તે જોઇને થોડો સમય માટે તમે દંગ રહી જશો. સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી એક વાંદરાનો પતંગ ઉડાવતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો – OMG! / જલ્દી જ તમારું પાણી સાથે હવામાં લક્ઝુરિયસ વોક કરવાનું સપનું થશે પૂરુ, Viral Video

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક વાંદરો પતંગ ઉડાડતો જોઈ શકાય છે. વાંદરો બિલ્ડિંગની છત પર ઊભો છે અને તેને ઉડતી પતંગ સાથે જોડાયેલો દોરો પકડીને જોઈ શકાય છે. તે ધીમે ધીમે દોરાને પોતાની તરફ ખેંચે છે અને પછી પતંગને પકડે છે અને તે પહોંચમાં આવે છે. વીડિયોમાં લોકો વાંદરાની આ હરકત પર તાળીઓ પાડતા સાંભળી શકાય છે. જણાવી દઇએ કે, આ વાંદરો એક ધાબા પર બેઠો હતો ત્યારે પતંગ કપાયો અને તેના હાથમાં દોરી આવી ગઇ. પછી શું હતું, વાંદરાએ પતંગ ઉડાડવાનું શરૂ કર્યું. ઘણા પતંગો આકાશમાં ઉડતા હતા, તે પણ ઉડાડવા લાગ્યો. પછી તેને પતંગ ઉડાવવામાં પણ ખૂબ મજા આવવા લાગી. આ વીડિયો ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વાંદરો છત પર ઉભો છે અને પતંગ ઉડાવી રહ્યો છે. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, પરંતુ વાંદરો પૂરા ધ્યાનથી પતંગને નિયંત્રિત કરી રહ્યો છે. ભલે આ વીડિયો ગત વર્ષનો હોય પરંતુ આજે તે ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો – OMG! / લો બોલો!! ન કોઇ ટેસ્ટ ન ઘરની બહાર નિકળી છતા આ મહિલાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. ઘણી બધી લાઈક્સ અને રીટ્વીટ પણ થઈ છે. ટ્વિટર પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.