Not Set/ એક સાંપ મારવા જતા વ્યક્તિને થયું સાત કરોડ રૂપિયાનું નુકસાન, થઇ ગયો કંગાળ

કોલસાના ટુકડાએ તેના ઘરને આગ લગાવી દીધી. આગને કારણે વ્યક્તિને સાડા સાત કરોડનું નુકસાન વેઠવું પડ્યું હતું. ઘરનો મોટો ભાગ બળીને રાખ થઈ ગયો હતો. સૌથી મોટી વાત એ છે કે આ ઘટનામાં ઘણું નુકસાન થયું હતું પરંતુ સાંપનું શું થયું તે જાણી શકાયું નથી.

Ajab Gajab News
સાંપ

સાંપ એક એવું પ્રાણી છે કે જેનાથી દુનિયાનો લગભગ દરેક વ્યક્તિ ડરે છે. સાંપ ઝેરી છે કે નહીં, તેને જોયા પછી એક અજીબ ગભરાટ થાય છે. અમેરિકાના મેરીલેન્ડમાં રહેતા એક વ્યક્તિએ ગત મહિને પોતાના ઘરમાં એક સાપને ફરતો જોયો. આ સાંપને મારવા માટે તેણે જે કર્યું તેનો પસ્તાવો કદાચ તેને જીવનભર રહેશે. આ વ્યક્તિએ સાપને મારવા માટે ઘરની સગડીમાં સળગતો કોલસો ઉપાડ્યો હતો, પરંતુ આ કોલસાથી સાપને કોઈ નુકસાન થયું હતું કે કેમ તે જાણી શકાયું નથી, પરંતુ વ્યક્તિનું આખું ઘર બળીને રાખ થઈ ગયું હતું

સમગ્ર ઘટના 23 નવેમ્બર રાત્રે 10 વાગ્યાની છે. અધિકારીઓએ જણાવ્યું કે, ઘરમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે લગભગ 75 ફાયર ફાઈટર મોકલવામાં આવ્યા હતા. ભારે જહેમત બાદ ઘરની આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં બધું બળીને રાખ થઈ ગયું હતું. મોન્ટગોમરી કાઉન્ટી ફાયર એન્ડ રેસ્ક્યુના પ્રવક્તા પીટ પીરીંગરે જણાવ્યું હતું કે, વ્યક્તિએ ઘરમાં દેખાતા સાંપને સળગતા કોલસાથી ફેંકીને મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ કોલસો સાંપને મારવાને બદલે ઘરમાં આગ લગાડવામાં મદદરૂપ સાબિત થયો.

પીટે આ ઘટનાની તસવીરો ટ્વિટર પર શેર કરી છે. કેપ્શનમાં પણ લખ્યું કે, આગનું કારણ આકસ્મિક હતું. માલિક કોલસાથી સાંપને મારવા માંગતો હતો પરંતુ કોલસાના ટુકડાએ તેના ઘરને આગ લગાવી દીધી. આગને કારણે વ્યક્તિને સાડા સાત કરોડનું નુકસાન વેઠવું પડ્યું હતું. ઘરનો મોટો ભાગ બળીને રાખ થઈ ગયો હતો. સૌથી મોટી વાત એ છે કે આ ઘટનામાં ઘણું નુકસાન થયું હતું પરંતુ સાંપનું શું થયું તે જાણી શકાયું નથી.

મળતી માહિતી મુજબ આગ ભોંયરામાંથી શરૂ થઈ હતી. આ પછી ધીમે ધીમે આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ. લગભગ ઘરનો મોટાભાગનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. આમાં લગભગ સાડા સાત કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. સળગતા મકાનોની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઘરમાંથી નીકળતી સ્પાર્ક આમાં સ્પષ્ટ દેખાય છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા આવી જ એક ઘટના વધુ વાયરલ થઈ હતી. જેમાં એક વ્યક્તિ પોતાના ઘરમાં દેખાતા કરોળિયાને મારવાના મામલામાં પોતાનું નુકસાન કરી રહ્યો હતો. કરોળિયા મારવાના કારણે માણસના ઘરમાં આગ લાગી હતી, જેમાં તેને ઘણું નુકસાન થયું હતું.