Not Set/ Youtube એ 8 કરોડથી વધુ વીડિયોને હટાવ્યા, જાણો શું છે કારણ

એવુ કહેવામાં આવે છે કે, YouTube પર અત્યાર સુધીમાં એટલા વીડિયો અપલોડ કરવામા આવેલા છે કે જે તમામને તમે તમારા પૂરા જીવન સુધીમાં જોઇ શકશો નહી…

Ajab Gajab News
ગરમી 9 Youtube એ 8 કરોડથી વધુ વીડિયોને હટાવ્યા, જાણો શું છે કારણ

એવુ કહેવામાં આવે છે કે, YouTube પર અત્યાર સુધીમાં એટલા વીડિયો અપલોડ કરવામા આવેલા છે કે જે તમામને તમે તમારા પૂરા જીવન સુધીમાં જોઇ શકશો નહી. ત્યારે હવે Youtube નાં અમુક કન્ટેન્ટ વીડિયોને હટાવવાની વાત આવે તો? જી હા, હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, Youtube એ અંદાજે 8 કરોડ વીડિયોને હટાવી દીધા છે.

ગરમી 10 Youtube એ 8 કરોડથી વધુ વીડિયોને હટાવ્યા, જાણો શું છે કારણ

પ્રવેશ નિષેધ / ભારતથી આવતા મુસાફરોનાં પ્રવેશ પર ન્યુઝીલેન્ડે મુક્યો પ્રતિબંધ

આપને જણાવી દઇએ કે, વાંધાજનક કન્ટેન્ટ, કોપીરાઇટ અને અશ્લીલતાને લગતા વીડિયો પર હવે Youtube એ પોતાનુ વલણ કડક બતાવ્યુ છે. આ કડીમાં, વર્ષ 2018 થી અત્યાર સુધી, યુટ્યુબે તેના પ્લેટફોર્મ પરથી 8.30 કરોડ વીડિયો દૂર કર્યા છે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન 700 કરોડ કોમેન્ટ્સને પણ દૂર કરવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે, દર 10 હજાર વીડિયોમાંથી વાંધાજનક વીડિયોની સંખ્યા 16 થી 18 સુધી હોય છે.

ગરમી 11 Youtube એ 8 કરોડથી વધુ વીડિયોને હટાવ્યા, જાણો શું છે કારણ

બિઝનેસ / મુકેશ-અનિલ અંબાણી અને તેમના પરિવાર પર સેબીએ આટલા કરોડનો ફટકાર્યો દંડ

કંપનીનો દાવો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ વાંધાજનક વીડિયોનાં 94 ટકા વીડિયોને કોઈ પણ જોઈ શકે તે પહેલાં કાઠી નાખે છે. આ હોવા છતાં કરોડો વાંધાજનક વીડિયો અપલોડ કરવામાં આવી રહ્યા છે. યુટ્યુબ પર મોટી સંખ્યામાં વીડિયો અપલોડ કરવામાં આવે છે, તેથી આ સાધારણ ટકાવારી પણ ખૂબ મોટી સંખ્યામાં બની જાય છે. ત્રણ વર્ષ પહેલા સુધી, તેમનો ગુણોત્તર 10 હજાર દીઠ 63 થી 72 વીડિયો હતો. જે હવે 10 હજાર દીઠ 16 થી 18 વીડિયો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ