Not Set/ #Budget2019 #Gujarat : ખેડૂત, મહિલા, યુવાન, બેરોજગાર, વિદ્યાર્થી માટે શું કરી જાહેરાત?

ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ, ગુજરાતના સર્વતોમુખી વિકાસને અત્યંત ઝડપી ગતિએ નવી ઊંચાઈઓ ભણી લઇ જવાની સરકારની પ્રતિબધ્ધતાના સોનેરી દસ્તાવેજ સમાન જોવા મળી રહ્યું છે. ગુજરાતના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને માળખાકીય એમ ચતુર્ભુજ વિકાસને નવા પરિમાણ આપવા માટે ગુજરાત સરકાર કટીબદ્ધ છે તેની પ્રતીતિ થાય અને વિકાસના પ્રત્યેક તબક્કે પ્રજાના એકે એક વર્ગની […]

Top Stories Gujarat
np budget2 #Budget2019 #Gujarat : ખેડૂત, મહિલા, યુવાન, બેરોજગાર, વિદ્યાર્થી માટે શું કરી જાહેરાત?

ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ, ગુજરાતના સર્વતોમુખી વિકાસને અત્યંત ઝડપી ગતિએ નવી ઊંચાઈઓ ભણી લઇ જવાની સરકારની પ્રતિબધ્ધતાના સોનેરી દસ્તાવેજ સમાન જોવા મળી રહ્યું છે. ગુજરાતના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને માળખાકીય એમ ચતુર્ભુજ વિકાસને નવા પરિમાણ આપવા માટે ગુજરાત સરકાર કટીબદ્ધ છે તેની પ્રતીતિ થાય અને વિકાસના પ્રત્યેક તબક્કે પ્રજાના એકે એક વર્ગની ખેવના રહે તે હકીકત સુનિશ્ચિત કરવાના સંનિષ્ઠ પ્રયાસો ગુજરાત સરકાર દ્રારા બજેટમાં કરવામાં આવ્યા હોવાનું પ્રતિત થાય છે.

gujarat budget2019 #Budget2019 #Gujarat : ખેડૂત, મહિલા, યુવાન, બેરોજગાર, વિદ્યાર્થી માટે શું કરી જાહેરાત?

રૂપાણી સરકારે ગુજરાતનાં #બેજટ2019માં આ મહત્વનાં ક્ષેત્ર પર ભાર મુક્યો છે. આવી છે બજેટની મુખ્ય છ બાબતો. …

ખેડૂતો : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા આજ રોજ રજૂ કરવામાં આવેલા બજેટમાં ખેડૂતોને વીજ કનેક્શન, પાક વીમો અને કૃષિ લોનને લઈ કેટલીક જોગવાઈઓ જાહેર કરવામાં આવી છે. બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ.7111 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ ગ્રામ્ય કક્ષાની યોજનાની અમલવારી માટે માટે 2771 નવી જગ્યાઓ ભરાશે જેમાંથી ચાલુ વર્ષમાં જ 1121 જગ્યાઓ ભરી દેવામાં આવશે. કૃષિ લોનમાં ખેડૂતો માટે વધુ રૂ.952 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને પાક વિમા અંતર્ગત રૂ.1073 કરોડ ફાળવાયા છે. ખેડૂતોને સાધનોની ખરીદી માટે રૂ.234 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 32 હજાર ખેડૂતોને સહાય અપાશે. કૃષિમાં સૂક્ષ્મ સિંચાઈનો વ્યાપ વધારવા માટે પણ 750 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત ગુજરાતમાં 1.25 લાખ ખેડૂતોને નવા વીજ કનેક્શન અપાશે અને ખેડૂતોની આવક રાજ્યમાં 2022 સુધીમાં રૂપાણી સરકાર દ્વારા બમણી કરવામાં આવશે.

 જળસંપત્તિ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પાણીદાર સરકારે રાજ્યમાં પીવાના પાણીની સક્ષમ યોજના શરૂ કરી છે. ‘નલ સે જલ’ યોજના હેઠળ અગામી પાંચ વર્ષમાં ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે. રાજ્યમાં નવ સેજલની યોજના અંતર્ગત 20 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તો નર્મદા યોજના માટે 6595 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રના વધુ 25 ડેમ અને 100 ચેક ડેમ ભરવામાં આવશે. શહેરોના ગંદાપાણીના રીસાયકલ કરીને ખેતી અને ઉઘોગોમાં વપરાશમાં લેવાશે. રાજ્યમાં સુક્ષ્મ સિંચાઈ માટે રૂ.750 કરોડ અને જળ સંચયની પાઈપલાઈન માટે 220 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. રૂપાણી સરકારે માઈક્રો ઈરિગેશનનો વ્યાપ વધારવાની પણ જાહેરાત કરી છે. રાજ્યમાં 18 લાખ હેકટરમાં માઈક્રો ઈરિગેશન થાય છે. 11.34 લાખ ખેડૂતોને માઈક્રો ઈરીગેશનનો લાભ અપાશે. તો 2022 સુધી તમામ લોકોના ઘરે પાણી અને તમામ લોકોને આવાસ મળશે એવું આયોજન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પાણીદાર સરકારનું છે.

#Budget2019 #Gujarat : ખેડૂત, મહિલા, યુવાન, બેરોજગાર, વિદ્યાર્થી માટે શું કરી જાહેરાત?

રોજગારી : આ બજેટ યુવાનો, વિદ્યાર્થીઓ, બેરોજગારોને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવ્યું છે. રૂપાણી સરકાર આગામી 3 વર્ષમાં 60 હજાર નવા કર્મચારીઓની ભરતી કરશે અને નવા 70 હજાર સખી મંડળો નિર્માણ કરાશે. સરકારે સખી મંડળોના નિર્માણ માટે 700 કરોડ રૂપિયા ફાળવ્યા છે. હવેથી મુખ્યમંત્રી એન્ટરપ્રિન્યોશીપ યોજના હેઠળ રોજગારી ઉત્પન્ન કરાશે. વિવિધ રોજગાર યોજનાઓને 15 લાખ યુવાનોને લાભ મળશે. 3 વર્ષમાં મુદ્રા યોજના હેઠળ 50 લાખ લોકોને લાભ મળશે. જ્યારે યુવાનોને રોજગારી મળે એ માટે 31877 કરોડની લોન મળશે.

આરોગ્ય : રૂપાણી સરકારનાં દમદાર બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 10 હજાર 200 કરોડની જોગવાઈ ફાળવાઈ છે. આ યોજનાથી રાજ્યના 4 કરોડને ફાયદો થશે. સરકારે સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે 110 કરોડની જોગવાઈ કરી છે. માં વત્સલ્ય યોજનામાં એક હજારની જોગવાઈ કરવામાં આવી છે. તો આરોગ્ય વિભાગમાં 8600 લોકોને નોકરી આપવામાં આવશે. સરકારે જામનગરની જીજી હોસ્પિટલ માટે 25 કરોડ, ભાવનગરની સર.ટી. હોસ્પિટલ માટે 10 કરોડ અને મહેસાણાની સિવિલ હોસ્પિટલ માટે 5 કરોડ ફાળવ્યા છે.

np budget #Budget2019 #Gujarat : ખેડૂત, મહિલા, યુવાન, બેરોજગાર, વિદ્યાર્થી માટે શું કરી જાહેરાત?

શિક્ષણ : શિક્ષણની અગત્યતા સમજીને રૂપાણી સરકારે શિક્ષણ વિભાગ માટે 30 હજાર 45 કરોડની ફાળવણી કરી છે. આ બજેટમાં શિક્ષણ વિભાગ માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. જેમાં નવી યુનિવર્સિટીઓ, શાળાના બાંધકામ, મધ્યાહન ભોજન, સંજીવની યોજના, ત્રિવેણી યોજના, રાઈટ ટુ એજ્યુકેશન, વર્ચ્યુઅલ ક્લાસ, યુવા સ્વાવલંબન. જેવી યોજનાઓ માટે કરોડો રૂપિયાની જાહેરાત કરી છે.

સૌર ઉર્જા : રૂપાણી સરકારે બજેટમાં ગ્રીન એન્ડ ક્લીન એનર્જી પર ભાર મૂક્યો છે. જે અંતર્ગત રિન્યૂએબલ એનર્જીને 2022 સુધીમાં 30 હજાર મેગાવોટ સુધી લઈ જવાનો લક્ષ્ય છે. ઉપરાત સરકારે નવી સોલાર રૂફટોપ યોજના જાહેર કરી છે. જેમાં 3 કિલોવોટના પ્લાન્ટ બેસાડનારને 40 ટકા સબસીડી અને 2થી 20 કિલોવોટ પ્લન્ટ માટે 20 ટકા સબસીડી આપવામાં આવશે. સોલર ઉર્જા માટે રૂ.1000 કરોડની જોગવાઈ કરાઈ છે. જેનો સીધો લાભ 2 લાખ પરિવારને મળશે.