Ganapati Bappa/ સુરતમાં લોકોની મનોકામનાપૂર્ણ કરતા ગણપતિ બાપ્પા

સુરતના વેસુ વિસ્તારમાં એક ટેલર પરિવાર દ્વારા શ્રી ગણપતિ બાપાને અમરનાથની થીમ પર બિરાજમાન કરવામાં આવ્યા છે

Top Stories Gujarat Surat
Mantavyanews 45 1 સુરતમાં લોકોની મનોકામનાપૂર્ણ કરતા ગણપતિ બાપ્પા

@Divyesh Parmar

સુરતના વેસુ વિસ્તારમાં એક ટેલર પરિવાર દ્વારા શ્રી ગણપતિ બાપાને અમરનાથની થીમ પર બિરાજમાન કરવામાં આવ્યા છે અને ખાસ વિશીંગ બેલ પણ મૂકવામાં આવી આવ્યો છે.  જેના થકી અનેક ભક્તોની મનોકામના પૂર્ણ થતા આસપાસ થી પણ મોટી સંખ્યા લોકો પોતાની મનોકામના કાગળમાં લખી બાપા ને અર્પણ કરી દર્શન કરે છે  .

WhatsApp Image 2023 09 21 at 11.27.48 AM સુરતમાં લોકોની મનોકામનાપૂર્ણ કરતા ગણપતિ બાપ્પા

ગણેશ ચતુર્થી ના દિવસે સમગ્ર દેશ માં ગણપતિ બાપ્પા નું સ્થાપન કરવામાં આવે છે..ત્યારે સુરત માં પણ અનેક જગ્યા એ શ્રીજી નું સ્થાપન કરાયું છે. જોકે સુરત માં એક એવા પણ ગણપતિ બિરાજે છે, જેને કાગળ માં પોતાની મનોકામના લખી ને આપવાથી તે મનોકામના પૂર્ણ કરે છે. તેથી જ તેમને કામના પૂર્તિ ગણેશ પણ કહેવામાં આવે છે .

WhatsApp Image 2023 09 21 at 11.27.47 AM 1 સુરતમાં લોકોની મનોકામનાપૂર્ણ કરતા ગણપતિ બાપ્પા

આ ગણપતિ બાપા ટેલર પરિવાર ના ઘરે છે.સુરત ના વેસુ વિસ્તાર માં આવેલ સ્ટાર ગેલેક્સી એપાર્ટમેન્ટ માં રહેતા ગજાનન ટેલર અને તેમનો પરિવાર છેલ્લા ઘણા વર્ષ થી ગણપતિ બાપા નું વિધિવત સ્થાપન કરી તેની પૂજા અર્ચના કરે છે  ..આજ થી ત્રણ વર્ષ પહેલાં ટેલર દંપતી ને એવો વિચાર આવ્યો કે જેનાથી આ ગણપતિ દાદા દર્શનાર્થીઓ સૌના ભાગ્યવિધાતા બની ગયા.ટેલર દંપતી એ લોકો ની મનોકામના પૂર્ણ કરવા માટે એક કાચ ની પેટી બનાવી છે.

WhatsApp Image 2023 09 21 at 11.14.58 AM સુરતમાં લોકોની મનોકામનાપૂર્ણ કરતા ગણપતિ બાપ્પા

તેની અંદર ભક્તો પોતાની મનોકામના લખી અને પેટી ની અંદર નાખી બેલ વગાડી બાપા પાસે મનોકામના માંગે છે..અને આ મનોકામના ની ચિઠ્ઠીઓ બાપા ની સાથેજ વિસર્જન કરવામાં આવે છે..આ થીમ શરૂ કર્યા બાદ ભક્તો ની મનોકામના પૂર્ણ થવા લાગતા મોટી સંખ્યા મા આસપાસ ના વિસ્તાર માંથી ભાવિ ભક્તો ઉમટી પડે છે..અત્યાર સુધી અનેક લોકી ની મનોકામના પૂર્ણ થતાં તમામ લોકો એ ભગવાન સમક્ષ આ વિશીંગ બેલ મુકવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.જેથી આ વર્ષે પણ વિશીંગ બેલ મૂકી ભક્તો ની મનોકામના ભગવાન પૂર્ણ કરે તેવી ભાવના સાથે વિશીંગ બેલ મુકવામાં આવ્યો હતો..

ટેલર દંપતી દ્વારા આ વર્ષે અમરનાથ ની થીમ પર ગણપતિ ની સ્થાપન કરવામાં આવી છે.અત્યાર ના સમય માં લોકો અમરનાથ સુધી દર્શન કરવા જઈ ના શકતા હોય તે લોકો અહીંયા દર્શન કરવા આવી અને મનોકામના પૂર્તિ ગણપતિ ના દર્શન કરે છે ..ટેલર દંપતી એ જે રીતે અમરનાથ માં કબૂતર ની જોડી છે તેજ રીતે કબુતર ની  લાઈવ જોડી મુકવાના આવી છે..ટેલર દંપતી ગણપતિ ની સ્થાપના સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ પણ કરે છે .જેમ કે વિકલાંગ ,માનસિક વિકલાંગ ,અનાથ આશ્રમ ,વૃદ્ધાશ્રમ સહિત ના લોકો ને દર્શન કરવા લાવી તેમને જમાડે છે..આવી પ્રવૃત્તિ થકી મોટી સંખ્યા માં લોકો દર્શન કરવા પધારે છે.

આ પણ વાંચો :Justin Trudeau/G20 કોન્ફરન્સમાં બુક કરાવેલા VVIP રૂમમાં ન રોકાયા જસ્ટિન ટ્રુડો, જાણો સુરક્ષા એજન્સીઓએ શું કહ્યું

આ પણ વાંચો :ચિંતા દૂર/રાજ્યના કુલ 207 જળાશયોમાં 93 ટકા જળસંગ્રહ

આ પણ વાંચો :Raid/અમદાવાદમાં સ્વાતિ બિલ્ડકોન પર ત્રાટકતું આવકવેરા ખાતુ