Fixed Pay Employees/ કરાર આધારિત કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

ગુજરાત સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના કરાર આધારિત કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 26 4 કરાર આધારિત કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
  • કરાર આધારિત કર્મચારીઓ માટે મોટા સમાચાર
  • કરાર આધારિત કર્મીઓ માટે રાજય સરકારનો નિર્ણય
  • વર્ગ 3 અને 4ના કર્મચારીઓનો મળશે લાભ
  • ફરજ દરમ્યાન કર્મચારીનું અવસાન થાય તો સહાય
  • કર્મચારીના પરિવારને 14 લાખની ઉચ્ચક સહાય

Gandhinagar News: રાજ્ય સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નિર્ણય મુજબ કરાર આધારિત  વર્ગ – 3અને વર્ગ – 4ના ફિક્સ પગારના કર્મચારીઓનું જો ફરજ દરમિયાન અવસાન થાય તો કર્મચારીઓના આશ્રિત કુટુંબને કર્મચારીની બાકી રહેલી નોકરીના સમયગાળાને ધ્યાનમાં રાખીને 14 લાખની સહાય આપવામાં આવશે.  વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓને આ લાભ મળશે.

રાજ્યમાં લાંબા સમયથી ફિક્સ પગારની પોલિસી દૂર કરવા માટે સરકારી કર્મચારીઓ માંગણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે સરકારની વિવિધ કચેરીઓમાં નિયમિત જગ્યા પર ફિક્સ પગારની નીતિએ કરાર પર નિમણૂંક પામેલા વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને ફિક્સ પગારની સેવા દરમિયાન 12-10-2023 કે આ પછી અવસાન થવાના કિસ્સામાં રૂ.14 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની રહેશે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે.

Screenshot%202023 10 13%20132013 કરાર આધારિત કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

ઠરાવ (સા.વ.વિભાગનો તા. 24-09-2022નો ઠરાવ ક્રમાંક:રહમ-૧૦૨૦૦૯-૧૬૫૧-ક)થી નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂંક પામેલા અને તા. 24-9-2022 કે ત્યારબાદ ચાલુ નોકરીએ અવસાન પામાનારા વર્ગ-3 અને વર્ગ 4ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ચૂકવવાપાત્ર ઉચ્ચક નાણાકીય સહાયમાં વધારો કરીને 14 લાખ કરવામાં આવી છે.

Screenshot%202023 10 13%20132024 કરાર આધારિત કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

આ ઉપરાંત ઠરાવ (સા.વ.વિભાગનો તા.૨૯-૧૦-૨૦૨૨.નો ઠરાવ ક્રમાંક:રહમ-૧૦૨૦૧૭-યુઓ-૧૦૬(૧૮૦૯૯૫)-ક)થી કરારીય સમયગાળા દરમિયાન 29-10-2022 કે ત્યારબાદ અવસાન પામનાર વર્ગ 3 અને વર્ગ 4ના ફીક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને  રૂપિયા 7 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની નીતિ દાખલ કરાઈ છે.

ફિક્સ પગારના કર્મચારીઓને તેઓની ફિક્સ પગારની સેવા દરમિયાન અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિતને અન્ય કોઈ નાણાકીય લાભ મળવાપાત્ર નથી. જેથી ફિક્સ પગારની નીતિ અન્વયે કરારીય ધોરણે નિમણૂંક પામેલા વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓની ફિક્સ પગારની સેવા દરમિયાન અવસાનના કિસ્સામાં મળવાપાત્ર ઉચ્ચક નાણાકીય સહાયની રકમમાં વધારો કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.


whatsapp ad White Font big size 2 4 કરાર આધારિત કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય


આ પણ વાંચો:જામનગરમાં ગોઝારો કાર અકસ્માત, દંપતીનું કમકમાટી ભર્યું મોત

આ પણ વાંચો:દાહોદમાં નકલી નોટોના કારોબારનો પર્દાફાશ કરતી દાહોદ SOG પોલીસ

આ પણ વાંચો:કેશોદમાં પતિએ ત્રણ વખત તલાક કહીને પત્નીને આપ્યા છૂટાછેડા

આ પણ વાંચો:ગાયે બાળકનો પીછો કરી અડફેડે લીધો તો દાદી આવ્યા વચ્ચે અને….