હિંમતનગર,
સામાન્ય રીતે મતદાન વધારવા માટે ચૂંટણી પંચ હજારો પ્રયાસ કરે છે જો કે કેટલાક સ્થાનિકો એવા હોય છે કે જે સ્થાનિકો માટે પ્રેરણા સ્ત્રોત બનતા હોય છે. સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા હડિયોલ ગામે 115 વર્ષના શતાયુ મહિલા આજે પણ મતદાન માટેનો ખાસ આગ્રહ રાખે છે.
હડિયોલ ગામના આ મેનાબા ભેમજીભાઈ રાવલની ઉંમર અંદાજિત 115 થી વધુ થઇ છે જો કે સ્થાનિક ગ્રામ પંચાયતથી લઇ લોકસભા સુધી મેનાબા અચૂક મતદાન કરે છે જેના પગલે સમગ્ર વિસ્તારમાં મતદાનમાં આ ગામ અગ્રેસર રહે છે.
સામાન્ય રીતે આટલા વર્ષ જિંદગી જીવતા લોકોને શોધવા પણ મુશ્કેલ છે ત્યારે સાબરકાંઠામાં 4 વિધાનસભામાં 178 થી વધુ 100 વર્ષથી વધુ ઉંમર ના મતદારો છે તેમજ તમામની હાલની સ્થિતિ સામાન્ય છે જો કે આટલી ઉંમરે આ લોકો મતદાન માટે નો પ્રયાસ મતદાન ન કરનારા લોકો માટે નવીન પ્રયાસ સમાન છે.