સુરત:
ગુજરાતમાં ઈલેકશનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ખરાખરીનો જંગ રાજકીય પક્ષો વચ્ચે જોવા મળી રહ્યો છે. જી હાં ટીકીટ બાબતે ક્યાંક ભાજપમાં તો ક્યાંક કોંગ્રેસમાં ભડકો થઈ રહ્યો છે. સુરતમાં કોંગ્રસની લિંબાયત વિધાનસભા બેઠક પર વિરોધ થયો હતો. લિંબાયત વિધાનસભા બેઠક પરથી રવિન્દ્ર પાટીલને ટીકીટ મળી હતી. જેને લઇને લિંબાયતના કોર્પોરેટર ઇકબાલ બેલીમ નારાજ થયા હતા અને રોષે ભરાયા હતા. જો કે ઇલબાલ બેલીમને ટીકીટ ન મળતાં તેઓ લિંબાયત બેઠક પરથી લડી રહેલા એનસીપીના ઉમેદવારનો પ્રચાર કરી રહ્યા છે અને કોંગ્રેસને લિંબાયત બેઠક પરથી હરાવવા મથામણ કરી રહ્યા છે.