આગ/ પાદરા જાસપુર રોડ પાસે કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ટીમ ઘટનાસ્થળે

વડોદરાના પાદરાથી આગના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડાેદરા જિલ્લાના પાદરામાં જાસપુર રોડ પાસે આગની મોટી ઘટના સામે આવી છે

Top Stories Gujarat
A fire in a chemical company
  • પાદરા જાસપુર રોડ પર કંપનીમાં ભીષણ આગ
  • કેમિકલ કંપનીમાં મધરાતે લાગી આગ
  • આગ લાગવાનું કારણ અકબંધ
  • ફાયરની ટીમ દ્વારા કરાઈ કામગીરી
  • આગને કાબુમાં લેવા કામગીરી કરાઈ

A fire in a chemical company :     વડોદરાના પાદરાથી આગના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડાેદરા જિલ્લાના પાદરામાં જાસપુર રોડ પાસે આગની મોટી ઘટના સામે આવી છે. એક કેમિકલ કંપનીમાં મોડીરોત્રે ભીષણ આગ લાગતા ખળભળાટ મચી જવા પામ્યો હતો ,આ આગના લીધે આજુબાજુ વિસ્તારમાં અફરાતફીનો માહોલ જોવા મળી રહ્યો હતો.કેમિકલ કંપનીમાં લાગેલી ભીષણ આગના લીધે ધૂમાડાના ચોમેર ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા. આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી , ફાયર ટીમ સત્વરે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા ભારે જહેમત કરી રહી છે. હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે પાદરાની (A fire in a chemical company) ન્યુટ્રી બાયો કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી, આજુબાજુના લોકોની ભીડ જોવા મળી રહી છે. ફાયરની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુ મેળવવા માટે કવાયત હાથ ધરી છે. ક્યા કારણસર આગ લાગી છે તે કારણ હજુ સુધી જાણ શકાયું નથી. આગના બનાવના લીધે પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોચી છે. હાલ ફાયરની ટીમ ભારે જેહમત કરીને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે.

Tribute to Sharad Yadav/રાષ્ટ્રપતિ અને PM મોદી સહિત રાજકિય નેતાઓએ શરદ યાદવના નિધન પર શ્રદ્વાંજલિ આપી

શ્રદ્ધાંજલિ/જેડીયુના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવના નિધન પર કોંગ્રેસના અધ્યક્ષ ખડગે અને કેસી વેણુગોપાલે આપી શ્રદ્ધાંજલિ