ગાંધીનગરઃ રાજ્યમાં પડેલા સારા વરસાદના લીધે રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં કુલ 93.44 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. તેમા પણ રાજ્યની જીવાદોરી સમાન નર્મદા પરના સરદાર સરોવરના ડેમમાં કુલ 99.73 ટકા જળસંગ્રહ છે. મહત્વની વાત તો એ છે કે નર્મદા નદીમાં કુલ 19 લાખ ક્યુસેક જેટલું પાણી છોડ્યા પછી પણ ઉપરવાસના ભારે વરસાદના લીધે ડેમમાં Water storage પાણીની જાવક સામે આવક હજી પણ જળવાઈ છે.
રાજ્યના કુલ 207 જળાશયમાંથી 54 જળાશયમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. આમ 54 ટકા એટલે કે કુલ જળાશયોમાંથી 25 ટકા જળાશય છલોછલ થઈ ગયા છે. જ્યારે 90 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા જળસંગ્રહ Water storage થયો છે. જ્યારે રાજ્યના 29 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યના 23 જળાશયોમાં 25થી 50 ટકા અને રાજ્યના દસ જળાશયોમાં 25 ટકાં કરતાં ઓછો જળસંગ્રહ થયો છે.
હવે ઝોન વાઇઝ જોઈએ તો ઉત્તર ગુજરાતના 15, મધ્ય ગુજરાતના 17 અને દક્ષિણ ગુજરાતના 13, કચ્છના 20 તથા સૌરાષ્ટ્રના 141 જળાશયો મહદ અંશે છલોછલ છે. ઉત્તર ગુજરાતના મહત્વના બંધમાં જોઈએ તો મહેસાણાનો Water storage ધરોઈ ડેમ 93.50 ટકા ભરાયો છે. આ ડેમમાં 5,500 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. બીજી બાજુએ બંધમાંથી 500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે. તેની સામે હાલમાં જળસપાટી 620.35 પર પહોંચી ચૂકી છે.
આમ રાજ્યના જળાશયોની સ્થિતિ જોતા ગુજરાતને હવે આગામી એક વર્ષ સુધી પાણીના મોરચે વાંધો આવે તેમ નથી. લોકોને પીવા ઉપરાંત ખેતીના માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેમ છે. આમ વરસાદ અને તેની સાથેના જળસંગ્રહે આ બધી ચિંતા દૂર કરી દીધી છે.
આ પણ વાંચોઃ bilkis-bano-case/બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું ” શું દોષિતોને માફી માંગવાનો મૂળભૂત અધિકાર છે?”
આ પણ વાંચોઃ અવસાન/રાજકોટમાં તાવના કારણે 19 વર્ષીય શિક્ષિકાનું મોત
આ પણ વાંચોઃ Vibrant Gujarat 2024/CMના હસ્તે લોગો, વેબસાઈટ અને એપ્લિકેશનનું લોંચિંગ, જાણો ક્યારે યોજાશે સમિટ
આ પણ વાંચોઃ Gujarat/આધારકાર્ડ હવે દસ્તાવેજનો ભાગ નહીં, ગુજરાત સરકારે આવો નિર્ણય કેમ લીધો જાણો…
આ પણ વાંચોઃ સુરત/વરાછાના અશ્વનીકુમાર વિસ્તારને ક્યારે મળશે કેમિકલવાળા પાણીથી મુક્તિ
