ગુજરાતમાં મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલની સાથે તેમના નવા 17 મંત્રીઓએ શપથ લીધા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને શપથ લેવડાવ્યા છે. કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ અને બળવંતસિંહ રાજપૂતે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ તથા રાજનાથસિંહ સહિતના કેન્દ્રીય પ્રધાનો, ભાજપ શાસિત મુખ્યપ્રધાનો તથા સ્ટાર પ્રચારકોની હાજરીમાં શપથ લીધા હતા.
જ્યારે હર્ષ સંઘવીએ રાજ્યકક્ષાના (સ્વતંત્ર હવાલો) તરીકે શપથ લીધા છે. આ જ રીતે અમદાવાદના વિધાનસભ્ય જગદીશ વિશ્વકર્માએ રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો)ના મંત્રીપદે શપથ લીધા છે. આ ઉપરાંત પરષોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલ, પ્રફુલ પાનશેરિયા, ભીખુસિંહ પરમાર તથા કુંવરજી હળપતિએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે.
આમ ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, મુકેશ પટેલ, જગદીશ પંચાલ, કુંવરજી બાવળિયા, હર્ષ સંઘવી, બળવંતસિહ રાજપૂત, રાઘવજી પટેલ, બચુ ખાબડ, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયા, ભીખુસિંહ પરમાર, પરષોત્તમ સોલંકી તથા પ્રફુલ પાનશેરિયાએ મંત્રી પદે શપથ લીધા છે.
આ પણ વાંચોઃ
શપથવિધિ/ ગુજરાતના 18મા સીએમ ભુપેન્દ્ર પટેલની પીએમની હાજરીમાં તાજપોશી
ગુજરાત/ 2017માં ભૂપેન્દ્ર પટેલે જીતી હતી પ્રથમ વિધાનસભા ચૂંટણી, તેમની મીઠી જીભ અને દરેકને સાથે લઈ જવાની ક્ષમતાએ તેમને અપાવ્યું આ પદ