Not Set/ વોટ્સએપ ગોપનીયતા ભંગ/ આ સામાન્ય મુદ્દો નથી, 130 કરોડ ભારતીયોનાં સંવૈધાનિક મૂળભૂત અધિકાર પર આક્રમણ છે

ડેટા ચોરી અને ડેટા પ્રાઇવસી એ અતી સંવેદનશીલ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દા છે. આ મામલો દેશમાં વસતા 130 કરોડ કે તાથી વધુ લોકોનાં મૂળભૂત અધિકારનો મામલો છે. થોડા સમય પહેલા વોટ્સએપ દ્વારા આપણા દેશનાં નાગરીકોનાં આ સંવૈધાનિક મૂળભૂત અધિકાર પર આક્રમણ કરવામાં આવ્યું હતું. સામાન્ય માણસો માટે ખુબ સામાન્ય જણાતી આ બાબતને સામાન્ય […]

Top Stories India
prashad digvijaysinh વોટ્સએપ ગોપનીયતા ભંગ/ આ સામાન્ય મુદ્દો નથી, 130 કરોડ ભારતીયોનાં સંવૈધાનિક મૂળભૂત અધિકાર પર આક્રમણ છે

ડેટા ચોરી અને ડેટા પ્રાઇવસી એ અતી સંવેદનશીલ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દા છે. આ મામલો દેશમાં વસતા 130 કરોડ કે તાથી વધુ લોકોનાં મૂળભૂત અધિકારનો મામલો છે. થોડા સમય પહેલા વોટ્સએપ દ્વારા આપણા દેશનાં નાગરીકોનાં આ સંવૈધાનિક મૂળભૂત અધિકાર પર આક્રમણ કરવામાં આવ્યું હતું. સામાન્ય માણસો માટે ખુબ સામાન્ય જણાતી આ બાબતને સામાન્ય લેવાની બિલકુલ ભૂલ કરવા જેવી નથી, કારણ કે “એમા શું થઇ ગયું” નાં સરેસાર ભારતીયોનાં ઉદ્દગારો સામે આ મામલો સમયાંતરે અતિ ખર્ચાળ સાબિત થઇ શકે છે. આ મામલે રાજ્યસભામાં ગહન ચર્ચા કરવામાં આવી હતી. અને કોંગ્રેસ અને કેન્દ્રીય મંત્રી દ્વારા આ મામલે અનેક વિવિધ હકીકતો સંસદ ગૃહમા રાખવામાં આવી હતી.

વોટ્સએપ ગોપનીયતા ભંગ મુદ્દે રાજ્યસભામાં કોંગ્રેસનાં નેતા દિગ્વિજય સિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હું તમામ પક્ષોને અપીલ કરું છું કે, સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની રચના કરો અને આ સંવેદનશીલ મુદ્દાની તપાસ કરો કેમ કે તે આપણા મૂળભૂત અધિકાર અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ છે.

આ મામલે વઘુ પ્રકાશ પાડતા અને સરકારનું આ સંદર્ભે સ્ટેન્ડ ક્લિયર કરતા રાજ્યસભામાં કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ડિજિટલ પાર્ટનર્સ(કંપની) ભારતીય અને વિદેશી બંનેને વધતા બજારમાં ફાળો આપવા માટે આવકારવામાં આવે છે, પરંતુ તેઓએ સમજવું જોઇએ કે, ભારતીયોની સલામતી અને સલામતી મહત્ત્વનું છે. આ સુનિશ્ચિત કરવા માટે તેઓએ યોગ્ય સુરક્ષા દિવાલો ઉભી કરવી પડશે, નહીંતર યોગ્ય પગલાં લેવામાં આવશે.

રાજ્યસભામાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, 5 સપ્ટેમ્બર, 2019 ના રોજ વોટ્સએપે સીઈઆરટી-ઇનને મે 2019 માં અહેવાલ કરેલી સુરક્ષા ઘટનાને અપડેટ આપતા લખ્યું હતું કે, આ હુમલાની સંપૂર્ણ હદ કદી જાણી શકાતી નથી, તેમ છતાં, વોટ્સએપ ઉપલબ્ધ સમીક્ષાની સમીક્ષા ચાલુ રાખે છે.  રાજ્યસભામાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ દ્વારા તે પણ જણાવવામાં આવ્યું હતું કે, તેમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે ઉપલબ્ધ વ્હોટ્સએપ ડેટાના આધારે તેઓ માને છે કે હુમલો કરનારાઓએ ભારતમાં આશરે 121 વપરાશકર્તાઓના ઉપકરણો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.