Not Set/ ક્રાઈમ સિટી દિલ્લી : ખભો અથડાયો એમાં તો અજાણ્યા લોકોએ ૨૦ વર્ષના યુવકની કરી હત્યા

દેશની રાજધાની દિલ્લીની છબી દિવસે-ને-દિવસે ખરડાયી રહી છે. ખુલ્લે આમ ભર દહાડે અપરાધ થતા રહે છે. હાલમાં પણ એક નજીવી બાબતે માસુમની હત્યાનો કેસ સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે રોહીણીમાં વિજય વિહાર વિસ્તારમાં ખભો અડી જવા જેવી નાનકડી બાબતે ચાર અજાણ્યા લોકોએ ભેગા મળીને ૨૦ વર્ષના યુવકની હત્યા કરી દીધી હતી. મૃતકનું નામ રવિ […]

Top Stories India Trending
murder ક્રાઈમ સિટી દિલ્લી : ખભો અથડાયો એમાં તો અજાણ્યા લોકોએ ૨૦ વર્ષના યુવકની કરી હત્યા

દેશની રાજધાની દિલ્લીની છબી દિવસે-ને-દિવસે ખરડાયી રહી છે. ખુલ્લે આમ ભર દહાડે અપરાધ થતા રહે છે. હાલમાં પણ એક નજીવી બાબતે માસુમની હત્યાનો કેસ સામે આવ્યો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે રોહીણીમાં વિજય વિહાર વિસ્તારમાં ખભો અડી જવા જેવી નાનકડી બાબતે ચાર અજાણ્યા લોકોએ ભેગા મળીને ૨૦ વર્ષના યુવકની હત્યા કરી દીધી હતી.

મૃતકનું નામ રવિ હતું જે ઉત્તર પ્રદેશમાં જબલપુરનો રહેવાસી હતો.

આ ધટના રવિવારે મોદી રાત્રે થઇ હતી. પોલીસના કહ્યા પ્રમાણે મોડી રાત્રે કામ કરીને રવિ ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેનો ખભો તેના મિત્રો સાથે આવી રહેલ એક અજાણ્યા માણસ સાથે અથડાઈ ગયો. ત્યારબાદ તે લોકો વચ્ચે ઝઘડો થયો. થોડા સમય પછી આરોપીએ ચપ્પુ નીકાળ્યું  હતું અને તેના વડે રવિની છાતીમાં ત્રણ-ચાર વખત પ્રહાર કર્યા હતા.

આ ઘટના બાદ રવિને તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ડોકટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ રવિની ડેડ બોડી તેના પરિવારને સોંપી દેવામાં આવશે. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.