Not Set/ વડોદરા: પરપ્રાંતિય કામદારો પર હુમલો CCTV ફૂટેજ આવ્યા સામે

વડોદરા, સાબરકાંઠામાં બનેલી દુષ્કર્મ ઘટનાના પડધા સમગ્ર રાજ્યભરમાં પડી રહ્યા છે. ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકાઓમાં અને મધ્ય ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાની ઘટના વધી રહી છે જેને કારણે પરપ્રાંતિયોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. .જેને લઈ રાજ્યભરમાંથી પરપ્રાંતિયો ઉચાળા ભરી રહ્યા છે. ત્યારે વાઘોડિયા-જરોદ વિસ્તારની ઘટના સામે આવી જ્યાં કામરોલ પાસેની ખાનગી કંપનીના કામદારો પર […]

Top Stories Gujarat Vadodara Videos

વડોદરા,

સાબરકાંઠામાં બનેલી દુષ્કર્મ ઘટનાના પડધા સમગ્ર રાજ્યભરમાં પડી રહ્યા છે. ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકાઓમાં અને મધ્ય ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાની ઘટના વધી રહી છે જેને કારણે પરપ્રાંતિયોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. .જેને લઈ રાજ્યભરમાંથી પરપ્રાંતિયો ઉચાળા ભરી રહ્યા છે.

ત્યારે વાઘોડિયા-જરોદ વિસ્તારની ઘટના સામે આવી જ્યાં કામરોલ પાસેની ખાનગી કંપનીના કામદારો પર હુમલો કરે છે. કંપનીના કામદારો પર સ્થાનિકોએ હુમલો કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કંપનીના કામદારો પર સ્થાનિકો હુમલો કરે છે જેમાં હુમલામાં 6 જેટલાં પરપ્રાંતિય લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ દ્વારા 16 સ્થાનિકોની ધરપકડ કરાઈ હતી. આ મામલે વાઘોડિયા પોલીસ, ઉચ્ચ અધીકારીની ટીમે તપાસ હાથ ધરી છે.