Not Set/ JNU Protest/ વિદ્યાર્થીઓને પોલીસે માર્ચ કરતા રોક્યાં, સુરક્ષામાં કરાયો વધારો

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસાનાં વિરોધમાં દિલ્હીમાં જ નહીં પરંતુ દેશભરમાં દેખાવો યોજવામાં આવી રહ્યા છે. જેએનયુનાં વિદ્યાર્થીઓ તેમની માંગને સમર્થન આપવા માટે ગુરુવારે વિરોધ માર્ચ કરી રહ્યા છે, દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આ વિરોધને સમર્થન આપી રહ્યા છે. વિદ્યાર્થીઓનાં પ્રદર્શનને ધ્યાને લેતા દિલ્હી પોલીસે સુરક્ષામાં વધારો કરી દીધો છે. જણાવી દઇએ કે, વિદ્યાર્થીઓ પહેલા […]

Top Stories India

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસાનાં વિરોધમાં દિલ્હીમાં જ નહીં પરંતુ દેશભરમાં દેખાવો યોજવામાં આવી રહ્યા છે. જેએનયુનાં વિદ્યાર્થીઓ તેમની માંગને સમર્થન આપવા માટે ગુરુવારે વિરોધ માર્ચ કરી રહ્યા છે, દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આ વિરોધને સમર્થન આપી રહ્યા છે. વિદ્યાર્થીઓનાં પ્રદર્શનને ધ્યાને લેતા દિલ્હી પોલીસે સુરક્ષામાં વધારો કરી દીધો છે. જણાવી દઇએ કે, વિદ્યાર્થીઓ પહેલા મંડી હાઉસ સુધી ચાલતા માર્ચ નિકાળવાનાં હતા પરંતુ પોલીસની નવી રણનીતિ હેઠળ હવે તેમને બસોમાં ભરીને મંડી હાઉસ લઈ જવામાં આવશે. જો કે વિદ્યાર્થીઓએ બસોમાં બેસવાની ના પાડી દીધી છે.

નોંધપાત્ર વાત એ છે કે, 5 જાન્યુઆરીએ દિલ્હીનાં જેએનયુમાં કેટલાક માસ્ક પહેરીને આવેલા ‘ગુંડાઓ’ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કરવામાં આવ્યા બાદ દેશમાં આક્રોશ છે. જેએનયુ વિદ્યાર્થીઓનાં સમર્થનમાં દેશનાં વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન યોજાયા હતા, જેમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ પણ ભાગ લીધો હતો. ગુરુવારે જેએનયુનાં વિદ્યાર્થીઓ તેમની માંગનાં સમર્થનમાં એક પદયાત્રા કાઢી રહ્યા છે જેમાં શિક્ષક સંઘનાં પ્રોફેસરોએ પણ ભાગ લીધો છે. પ્રદર્શનકારીઓને ચાલતા અટકાવવા માટે, દિલ્હી પોલીસે યુનિવર્સિટીનાં નોર્થ દરવાજાથી લઇને તમામ દરવાજા પર સુરક્ષા વધારી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.