રાજ-કાજ/ હાર્દિકનું ‘રાજી’નામું : ‘ફૂલ ઉગાડશે કે ઝાડુ ચલાવશે’ એ અંગે લોકોએ કહ્યું આવું

કોંગ્રેસમાં પણ મોટાભાગના લોકોને અંદાજો હતો જ કે હાર્દિકના કોંગ્રેસ સાથે દાણાપાણી પૂરા થયા છે પરંતુ આમ અચાનક અનેક કોંગ્રેસ છોડવાના કારણો આપીને પક્ષ છોડશે એવો અંદાજ નહોતો.

Top Stories Gujarat Others
હાર્દિક

જેમાં માત્ર જીત જ મહત્વની છે જીતની પધ્ધતિ નહીં તેવા રાજકારણમાં હાર્દિક પટેલ નિપૂર્ણ બની રહ્યાં હોય તેવા દ્રશ્યો સર્જાઇ રહ્યા છે. એક સમય હતો જ્યારે હાર્દિક પટેલ દ્વારા સોશિયલ સાઇટ ટ્વિટર પર ટ્વિટ કરીને દાવો કરવામાં આવ્યો હતો કે, ‘હું મારા અંતિમ શ્વાસ સુધી કોંગ્રેસ નહીં છોડું.’ જ્યારે છેલ્લા થોડા દિવસથી હાર્દિક નો ઝુકાવ ભાજપ તરફ વધી રહ્યો છે. હાર્દિક પટેલના છેલ્લા કેટલાક દિવસના નિવેદન અને ભાજપના વખાણથી હાર્દિક દ્વારા કોઈ નવી જૂની કરવાના એંધાણ તો વર્તાઇ રહ્યાં હતા. ત્યારે હાર્દિકે આજે કોંગ્રેસમાં રાજીનામું આપીને અડધું ચિત્ર સ્પષ્ટ કર્યું છે. કોંગ્રેસમાં પણ મોટાભાગના લોકોને અંદાજો હતો જ કે હાર્દિકના  કોંગ્રેસ સાથે દાણાપાણી પૂરા થયા છે પરંતુ આમ અચાનક અનેક કોંગ્રેસ છોડવાના કારણો આપીને પક્ષ છોડશે એવો અંદાજ નહોતો. હાર્દિકે જ્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ત્યારે અનેક લોકોએ તેના આ નિર્ણય માટે પોતાનો મત આપી રહ્યાં છે. તેમાંથી કેટલાક કાર્યકરો અને નેતાઓનો મત અહી શેર કરવામાં આવ્યો છે.

હાર્દિક

હાર્દિક પટેલ અને કોંગ્રેસ બંનેને મનોમંથનની જરૂર…… અલ્પેશ કથિરીયા પાસ આગેવાન

હાર્દિકને કોંગ્રેસના પાટીદારો માટેના પૂર્વગ્રહનો અનુભવ થયો છે…… રઘવજી પટેલ, પાટીદાર આગેવાન

છેલ્લા બે મહિનાથી હાર્દિક પટેલ બદલાયો છે આજે તો માત્ર દૂધનું દૂધનુંને પાણીનું પાણી થયું…. મનોજ પનારા,કોંગ્રેસ નેતા

કોંગ્રેસનું પતન થયું છે હવે કોંગ્રસ…… ગોપાલ ઇટાલીયા

1 2 હાર્દિકનું ‘રાજી’નામું : 'ફૂલ ઉગાડશે કે ઝાડુ ચલાવશે' એ અંગે લોકોએ કહ્યું આવું હાર્દિક

 

આ પણ વાંચો : હાર્દિક પટેલના કોંગ્રેસ પર 10 સનસનાટીભર્યા આરોપો: રામ મંદિરથી લઈને કલમ 370 સુધી લગાવ્યા આ આરોપ