Gujarat/ 2002ના રમખાણોમાં શું થયું હતું? : ગુજરાત આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું…

કેન્દ્રિય ગૃહ મંત્રીએ 2002ના ગુજરાત રમખાણો વિશે કહ્યું કે પીએમ મોદી પર લાગેલા તમામ આરોપો ખોટા હોવાનું જાણવા મળ્યું છે. આ આક્ષેપો રાજકીય પ્રેરિત છે. પીએમ મોદીએ તમામ આરોપો ચૂપચાપ સહન કર્યા.

Top Stories Gujarat Others
pic 6 2002ના રમખાણોમાં શું થયું હતું? : ગુજરાત આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું...
  • SIT નો ઓર્ડર કોર્ટનો નહતો:શાહ
  • NGOએ SITની માગ કરી હતી:શાહ
  • 2002ના રમખાણો અંગે ખાસ ઇન્ટરવ્યૂ
  • 2002ના રમખાણોમાં શું થયું હતું?

ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમીત શાહ બે દિવસનાં ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. વડોદરા સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યું હતુ. ગૃહમંત્રી શાહ કેવડીયા ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફોરેન્સિક સાયન્સની કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. અને  CM ભુપેન્દ્ર પટેલ પણ તેમની સાથે હાજર રહ્યાં હતા.  આ પ્રસંગે કેન્દ્રિય ગૃહ મંત્રીએ ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યુમાં 2002ના ગુજરાત રમખાણો વિશે નિવેદન આપ્યું હતું. પોતાના નિવેદનમાં અમિત શાહે કહ્યું કે પીએમ મોદી પર લાગેલા તમામ આરોપો ખોટા હોવાનું જાણવા મળ્યું છે. આ આક્ષેપો રાજકીય પ્રેરિત છે. પીએમ મોદીએ તમામ આરોપો ચૂપચાપ સહન કર્યા. મોદીએ ઘણા વર્ષો સુધી આરોપો સહન કર્યા. સુપ્રીમ કોર્ટે પીએમ મોદી પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. રમખાણો દરમિયાન સેનાને બોલાવવામાં કોઈ વિલંબ થયો નથી.

પોલીસ-પ્રશાસન અસરકારક રીતે કામ ન કરી શકવાના પ્રશ્ન પર અમિત શાહે કહ્યું કે, રાજકીય પ્રેરિત પત્રકારો અને કેટલાક એનજીઓએ આરોપો  કર્યા. તેમની પાસે એક મજબૂત વ્યવસ્થા હતી, તેથી દરેકે અસત્યને સત્ય તરીકે સ્વીકારવાનું શરૂ કર્યું.

અમિત શાહે રાહુલ ગાંધીની EDની પૂછપરછના કોંગ્રેસના વિરોધ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે મોદીજીએ SIT સમક્ષ હાજર થઈને ડ્રામા નથી કર્યો. મારા સમર્થનમાં બહાર આવો, ધારાસભ્યો-સાંસદોને બોલાવો અને ધરણા કરો જેવી નીતિ નથી અપનાવી.  તેમણે કહ્યું કે જો SIT તત્કાલિન સીએમ મોદીની પૂછપરછ કરવા માંગે છે, તો હાલના PM મોદી તેમાં સહયોગ આપવા માટે તૈયાર છે. વિરોધ શા માટે?

અમિત શાહે કહ્યું કે એક મોટા નેતાએ એક પણ શબ્દ બોલ્યા વિના 18-19 વર્ષની આ લાંબી લડાઈ કરી અને ભગવાન શંકરની જેમ આટલા વર્ષો સુધી વિષપાનની પીડા સહન કરી છે.  મેં તેમને ખૂબ જ નજીકથી પીડાતા જોયા છે. માત્ર એક મજબુત ઈચ્છા ધરાવનાર વ્યક્તિ જ કંઈ ન બોલવાનો સ્ટેન્ડ લઈ શકે છે, કારણ કે મામલો ન્યાયાધીન હતો.

કોર્ટે પણ સરકારની પ્રશંસા કરી હતી

શાહે કહ્યું કે જ્યાં સુધી ગુજરાત સરકારનો સવાલ છે, અમે મોડું નથી કર્યું. જે દિવસે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું તે દિવસે બપોરે જ અમે સેના બોલાવી હતી. સેનાને પહોંચવામાં થોડો સમય લાગે છે. તેમાં એક દિવસનો પણ વિલંબ થયો ન હતો. કોર્ટે પણ તેની પ્રશંસા કરી હતી.

ગૃહમંત્રીએ કહ્યું કે (પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે) બધું જ કરવામાં આવ્યું છે. તેને નિયંત્રિત કરવામાં સમય લાગે છે. ગિલ સાહેબ (પૂર્વ પંજાબ ડીજીપી, સ્વર્ગસ્થ કેપીએસ ગિલ)એ કહ્યું હતું કે તેમણે તેમના જીવનમાં આનાથી વધુ તટસ્થ અને ઝડપી કાર્યવાહી ક્યારેય જોઈ નથી. તેમ છતાં તેમની સામે પણ આરોપો લગાવવામાં આવ્યા હતા.

અમિત શાહે કહ્યું કે રમખાણો અંગે અગાઉ કોઈ પ્રોફેશનલ ઇનપુટ નહોતું કે આવી ઉગ્ર પ્રતિક્રિયાઓ આવશે. ગોધરા ખાતે મૃતદેહની કોઈ પરેડ  યોજાઈ ન હતી, આ ખોટું છે. તેઓને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને પરિવારો દ્વારા બંધ એમ્બ્યુલન્સમાં મૃતદેહોને તેમના ઘરે લઈ જવામાં આવ્યા હતા.

profet muhammad/ નુપુર શર્માને ફરી કોલકાતા પોલીસે સમન્સ પાઠવ્યું, અત્યાર સુધી 10 પોલીસ સ્ટેશનમાં નોધાઈ FIR