Bollywood / વિશ્વસુંદરી એશ્વર્યા રાય બચ્ચનનો પ્રથમ ક્રશ કોણ છે..? જાણો…

એશ્વર્યાના જીવનના ઘણા મોડ પર પ્રેમની એન્ટ્રી થઇ અને સાથે જ એક્ઝીટ પણ થઇ ગઇ. પરંતુ એક વ્યક્તિ એવી પણ હતી જેમના પર એશ ફીદા હતી

ઐશ્વર્યા રાય બચ્ચનની તુલના બોલિવૂની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીમાં થાય છે. કહેવાની જરૂર નથી કે દેશની સાથે સાથે વિશ્વમાં પણ તેમના ચાહકો છે. બોલીવુડની સાથે હોલીવુડમાં પણ એશ્વર્યએ પોતાના અભિનયના જાદુથી પોતાના ચાહકો મન જીતી લીધું છે. એશના જીવનમાં પણ ઘણા બધા મોડ આવ્યા છે. એવા દિવસો પણ આવ્યા છે જ્યારે એશને લાગ્યું કે હવે મારા પ્રેમની શોધ પુર્ણ થઇ પરંતુ તેને નિરાશા જ સાંપડી. જીવનના ઘણા મોડ પર પ્રેમની એન્ટ્રી થઇ અને સાથે જ એક્ઝીટ પણ થઇ ગઇ. પરંતુ એક વ્યક્તિ એવી પણ હતી જેમના પર એશ ફીદા હતી. હવે ભૂતપૂર્વ મિસ વર્લ્ડનો પ્રથમ ક્રશ કોણ હતો..તે જાણવાની કુતુહલતા થવી સ્વાભાવિક છે.

એશ્વર્યા એક ઉમદા અભિનેત્રીની સાથે..ગુણી દિકરી, વ્હાલ કરનારી બહેન, મિત્ર બનીને ભાભીને પડખે ઉભી રહેતી નણંદ, સંસ્કારી પુત્રવધુ, પ્રેમ વરસાવતી પત્ની, રકજક કરતી પરંતુ અંતે સબંધોમાં મીઠાસ ભરતી ભાભી અને ખુબજ કાળજી સાથે પોતાના જીવ એટલે કે દિકરીનો ઉછેર કરતી માતા છે. આ દરેક રીલેશનને બેખુબી નિભાવાની સાથે પોતાની તમામ નિર્ણયો પર મક્કમતાથી કામ કરતી બેસ્ટ મહિલા પણ છે.

જો કે વાત એ પણ કરવી રહી કે આજે પણ યંગજનરેશનમાં પ્રથમ પસંદ મેળવનારી એશનું પ્રથમ દીલ કોના પર આવ્યું હશે..? શું તે ભાઇજાન છે..વીવેક છે..કોઇ બીઝનેશ મેન..કોલેજનો કોઇ મિત્ર..કે પછી પતી અભિષેક બચ્ચન છે.. પરંતુ આ દરેક સવાલોનો એક જવાબ છે ના..આ વ્યક્તિમાંથી એક પણ વી વ્યક્તિ નથી જેના પર એશ ફીદા થઇ હતી.. તો પછી કોણ છે એ ખુશનશીબ જેને વિશ્વસુંદરી પસંદ કરતી હતી.

એશ્વર્યાનો પ્રથમ ક્રશ તેના કોલેજના પ્રોફેસર હતા. જી હા નવાઇ લાગીને..દરેકને લાગે, કારણ કે વિશ્વસુંદરી કોલેજના પ્રોફેસરને પસંદ કરતી હતી..આ વાત ગણે ઉતરે એમ નથી. પરંતુ રેડિટ પર પોસ્ટ કરવામાં આવેલા એક લેખમાં એશ્વર્યાની એક મિત્ર શિવાનીએ પોસ્ટ કરેલા એક લેખમાં કોલેજના દિવસોની વાત કરતા કહ્યું હતુ કે, જેના ચાહકો વિશ્ભરમાં છે તેનો એટલે કે એશ્વર્યાનો પ્રથમ ક્રશ અમારા કોલેજના ફિઝીક્સના પ્રોફેસર હતા. કેસી કોલેજ અને જય હિંદ કોલેજના સ્ટુડન્ટ એશ્વર્યાને ઇમ્પ્રેસ કરવા અવનવા ગતકડા અપનાવતા ત્યાં એશ કોલેજના ફિઝીક્સના પ્રોફેસરનું ધ્યાન પોતાના તરફ આકર્ષવાનો પ્રયાસ કરતી રહેતી. અમે ટ્રેનથી આવતા અને તે છેલ્લી ક્ષણે કોલેજમાં એન્ટ્રી મારતી. પોતાના મિત્રો સાથે હંમેશા લાસ્ટ બેન્ચ પર બેસતી પરંતુ ફીઝીક્સના લેક્ચરમાં તે હંમેશા ફસ્ટ બેન્ચ પર જ બેસતી હતી.

પ્રોફેસર પર ક્રશ હોવા પાછળનું કારણ શિવાનીના જણાવ્યા પ્રમાણે તેમનું કડક વલણ હતુ. અન્ય પ્રોફેસર સ્ટુડન્ટને છુટ આપતા નર્માસથી વાત કરતા ત્યારે ફિઝિક્સના ટીચર હંમેશા કડક વલણ રાખતા. તેમની માટે દરેક વિદ્યાર્થિ એક સમાન હતા. આ વાત એશના દીલને સ્પર્શી ગઇ હતી. અન્ય પ્રોફેસરે એશને મોડલિંગ કરવાનું સજેશન આપતા ત્યાં ફિઝિક્સના પ્રોફેસરે તેને કેલજના મેગેઝીન માટે શૂટિંગ કરવાની સલાહ આપી. હવે એશના પ્રથમ ક્રશનું તો શુ થયું તે એશ્વર્યા જાણે. પરંતુ આપણા બોલીવુડને પ્રતિભાશાળી અભિનેત્રી મળી અને દેશને એક વિશ્વસુંદરી મળી.

એશ આર્કિટેક્ચરમાં કારકિર્દી બનાવવા ઇચ્છતી હતી. પરંતુ મોડલિંગની દુનીયામાં દસ્તક દીધા પછી તેને પોતાનું ડ્રીમ પણ ચેન્જ કર્યુ. વર્તમાનમાં ક્યારેક સાસુ-સસરા સાથે તો ક્યારેક દિકરી સાથે ક્લીક થાય છે. તેના અને સાસુ-નણંદના સંબધો વીશે પણ અનેક લોકો વાતો કરતા રહે છે, સમાચારોમાં પણ છપાતુ રહે છે. છતા એક વાત છે કે રાયમાંથી બચ્ચન બનેલી એશ્વર્યાએ પરીવારના માન, સન્માનને જાળવી રાખ્યું છે. અભિષેક બચ્ચન, આરાધ્યા, સસરા અમિતાબ બચ્ચન અને સાસુમા જયા બચ્ચન સાથેના ફેમીલી ફોટા આવતા રહે છે. અને ચાહકો આજે પણ એશ માટે પ્રાઉડ ફીલ કરે છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment