Not Set/ કોંગ્રેસે કેન્દ્રિય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનાં રાજીનામાંની કરી માંગ, અજય માકન બોલ્યા…

  રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દૌર ખતમ થવાનુ નામ નથી લઇ રહ્યો. કોંગ્રેસે ફરી એક વખત કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનાં રાજીનામાની માંગ કરી છે. કોંગ્રેસનાં નેતા અજય માકને જયપુરમાં કહ્યું હતું કે, હવે જ્યારે ગજેન્દ્રસિંહ શેખાવતનું નામ એફઆઈઆરમાં આવે છે અને તેમના અવાજની ઓળખ ટેપમાં કરવામાં આવી છે, તો તેઓ કેમ […]

India
cf2629aa50115c7d8af108d7c14c8b05 1 કોંગ્રેસે કેન્દ્રિય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનાં રાજીનામાંની કરી માંગ, અજય માકન બોલ્યા...

 

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દૌર ખતમ થવાનુ નામ નથી લઇ રહ્યો. કોંગ્રેસે ફરી એક વખત કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનાં રાજીનામાની માંગ કરી છે. કોંગ્રેસનાં નેતા અજય માકને જયપુરમાં કહ્યું હતું કે, હવે જ્યારે ગજેન્દ્રસિંહ શેખાવતનું નામ એફઆઈઆરમાં આવે છે અને તેમના અવાજની ઓળખ ટેપમાં કરવામાં આવી છે, તો તેઓ કેમ કેન્દ્રીય મંત્રી પદ સંભાળી રહ્યા છે? તેમણે કહ્યું કે કાં તો તેમણે રાજીનામું આપવું જોઇએ અથવા તો તેમને તેમના પદ પરથી હટાવી દેવા જોઇએ, જેથી તે તપાસને પ્રભાવિત ન કરી શકે.

કોંગ્રેસ નેતા અજય માકને કહ્યું કે, મેં સાંભળ્યું કે તેઓ (ગજેન્દ્રસિંહ શેખાવત) કહે છે કે ઓડિયોમાં તેમનો અવાજ નથી, પરંતુ કોઇ અન્ય ગજેન્દ્રસિંહનો અવાજ છે. જો આમ છે, તો તેઓએ તેમના અવાજનો નમૂના લેવો જોઈએ અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાજીનામું આપવું જોઈએ. આ અગાઉ, કોંગ્રેસનાં નેતા અભિષેક મનુ સિંઘવીએ રવિવારે કહ્યું હતું કે, ભાજપે રાજસ્થાનનાં રાજકીય સંકટનાં કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) પાસેથી “ક્લિન ચિટ” અને “સત્યને ટેપ કરવા” માટે તપાસની માંગ કરી છે.