big tragedy/ વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 15 લોકોના થયા મૃત્યુ, બે શિક્ષક સહિત 13 બાળકોના આજે થશે અંતિમ સંસ્કાર

વડોદરા શહેરમાં હરણી તળાવ દુર્ઘટનાના સમાચાર સામે આવતા તંત્ર દોડતું થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના તમામ કાર્યક્રમ રદ કરી તુરંત ઘટનાસ્થળ પર પંહોચી ગયા હતા.

Top Stories Gujarat Vadodara

વડોદરામાં હરણી તળાવ દુર્ઘટનામાં શિક્ષકો અને બાળકોનું ડૂબી જવાથી મૃત્યુ થયું. . આ કરુણ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર બાળકો અને શિક્ષકોના આજે અંતિમ સંસ્કાર થશે. હરણી તળાવમાં પિકનિક પર ગયેલા બાળકો બોટિંગનો આનંદ લઈ રહ્યા હતા ત્યારે વધુ વજનના કારણે અચાનક બોટ પલટી ખાઈ જતા બાળકો દુર્ઘટનાનો શિકાર બન્યા. બોટમાં કુલ 32 બાળકો અને 4 શિક્ષકો હતા. જેમાંથી 12 બાળકો અને 2 શિક્ષકોનું ડૂબી જવાથી મૃત્યુ થયું જ્યારે અન્ય 12 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવાયા છે. ઘટનાની જાણ થતા NDRF ટીમ ઘટના સ્થળે પંહોચી બચાવ કાર્ય હાથ ધર્યું છે.

ગત રોજ મોડી સાંજે વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ઘટના ઘટી. જેમાં પ્રવાસમાં આવેલ વિદ્યાર્થીઓની બોટ પલટી ખાતા કેટલાક શિક્ષકો અને બાળકોનું ડૂબી જવાથી મૃત્યુ થયું. આ દુર્ઘટનાના સમાચાર સામે આવતા શહેરમાં ચકચાર મચી છે. આ ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો 18 જાન્યુઆરીના રોજ શહેરના પ્રખ્યાત હરણી તળાવ પર પિકનિક મનાવી રહ્યા હતા. તળાવમાં બોટિંગની પણ સુવિધા હોવાથી બાળકોને રાઈડ સવારી કરવામાં આવી હતી. દરમ્યાન સાંજે હરણી તળાવ પર બોટિંગનો આનંદ લઈ રહેલ બાળકો અને શિક્ષકોથી ભરેલ એક બોટ અચાનક પલટી ખાતા કરુણ દુર્ઘટના સર્જાઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 15 લોકોના મૃત્યુ થયા છે.

વડોદરા શહેરમાં હરણી તળાવ દુર્ઘટનાના સમાચાર સામે આવતા તંત્ર દોડતું થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના તમામ કાર્યક્રમ રદ કરી તુરંત ઘટનાસ્થળ પર પંહોચી ગયા હતા. ઘટનાસ્થળ અને હોસ્પિટલની મુલાકાત લઈ સહાય પેકેજની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા તથા ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી. આ દુર્ઘટનામાં હજુ પણ કેટલાક બાળકો અને શિક્ષકો લાપતા છે. ગતરોજ રાતે અંધારુ થતા બચાવકાર્ય બંધ થયું હતું જે NDRF ટીમ દ્વારા ફરી કાર્ય શરૂ કરતા લાપતા લોકોની શોધખોળની કામગીરી હાથ ધરી છે.

Boat mishap in Vadodara's Harani Lake, 7 students dead in accident |  Vadodara News: વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ઘટના, વિદ્યાર્થીથી ભરેલી બોટ  પલટી જતાં હડકંપ, 7 વિદ્યાર્થીના ...

મીડિયામાં સામે આવેલ અહેવાલ મુજબ હરણી તળાવ દુર્ઘટનામાં બોટિંગ દરમ્યાન કોઈપણ બાળકો કે શિક્ષકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા નહોતા. તેમજ બોટ પર ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવામાં આવતા આ દુર્ઘટના બનવા પામી. બોટમાં જ્યાં 11 લોકોની ક્ષમતા છે ત્યાં 32 જેટલા લોકોને બેસાડવામાં આવ્યા હતા. કરુણ દુર્ઘટનાને પગલે પોલીસ અને એનડીઆરએફ ટીમ ઘટના સ્થળ પર પંહોચી હતી. તે પહેલા જ સ્થાનિક તરવૈયા દ્વારા બચાવની કામગીરી હાથ ધરતા કેટલાક બાળકોને બચાવી લેવાયા હતા.  ઘટનામાં ઇજા પામેલ બાળકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે મેનેજર સહિત પાંચ શખ્સની અટકાયત કરી છે. જ્યારે હરણી તળાવ દુર્ઘટનામાં મુખ્ય જવાબદાર કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર છે.

બોટના કોન્ટ્રાક્ટ મામલે પણ ચલક-ચલાણી જેવો ઘાટ જોવા મળે છે. કેમકે કોન્ટ્રાક્ટ કોઈ લે છે અને તે બીજાને આપે છે અને તે વ્યક્તિ અન્ય ત્રીજી વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપે છે. આ દુર્ઘટના મૃત્યુ પામેલ બાળકો અને શિક્ષકોના આજે અંતિમ સંસ્કાર થશે. પોલીસે હરણી તળાવ દુર્ઘટનાની તપાસ હાથ ધરી છે. ત્યારે સવાલ એ થાય કે બોટ પર ક્ષમતા કરતા વધુ બેસાડી પૈસા કમાવવાની લાલચ કોન્ટ્રાક્ટરને હોય જ પરંતુ પિકનિક પર ગયેલા શિક્ષકો કે જે બાળકો સાથે હતા તેમણે આમાં મંજૂરી કેમ આપી. હાલ તો લાપતા લોકોનું બચાવ કાર્ય ચાલુ છે ત્યારે બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઘટનાના કારણો અને ફરાર કોન્ટ્રાક્ટરની તપાસ કરી રહી છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ