Bengaluru News: કરણાટકની રાજધીની બેગલુરુ (Bengaluru) માં અપહરણ (kidnapping) ની એક ઘટના સામે આવી છે. જ્યાં એક વ્યક્તિને અજાણ્યા ઇસમો દ્વારા બળજબરીથી અપહરણ કરવામાં આવ્યું હતું, પરંતુ તેની સતર્કતા અને પસાર થતા લોકોની મદદથી તે બચી ગયો હતો. આ ઘટના સોમવારે સાંજે 4:30 વાગ્યાની આસપાસ અનેકલ તાલુકાના ઇન્દલવાડી ક્રોસ પાસે બની હતી.
બેંગલુરુમાં દિવસમાં રોડ પર અપહરણ (kidnapping) નો પ્રયાસ
પોલીસના જણાવ્યા અનુસાર, આશરે આઠ આરોપીઓ ત્રણ મોટરસાઇકલ અને એક કાર પર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એવો આરોપ છે કે બદમાશોએ અચાનક રસ્તા પર ચાલતા એક વ્યક્તિને રોક્યો, તેના પર હુમલો કર્યો અને તેને બળજબરીથી કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો. આરોપીઓએ વ્યક્તિ સાથે દુર્વ્યવહાર કર્યો અને મુખ્ય રસ્તા પર તેને કારમાં ધકેલી દેવાનો પ્રયાસ કર્યો.
પીડિત વ્યક્તિએ અપહરણ (kidnapping) ના પ્રયાસનો પ્રતિકાર કર્યો અને જોરથી બૂમો પાડી. તેની બૂમો સાંભળીને પસાર થતા લોકો ઘટનાસ્થળે રોકાઈ ગયા. ભીડ એકઠી થવા લાગી, આરોપીઓ ગભરાઈ ગયા અને તે વ્યક્તિને છોડીને પોતાની કાર અને મોટરસાઇકલમાં ભાગી ગયા. આમ, લોકોના સમયસર હસ્તક્ષેપથી મોટી દુર્ઘટના ટળી ગઈ.
આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. અપહરણ (kidnapping) ના પ્રયાસમાં સંડોવાયેલા શકમંદોને ઓળખવા અને ધરપકડ કરવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે. તપાસના ભાગ રૂપે વિસ્તારમાં લાગેલા CCTV ના કેમેરાના ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.

