lovers/ શું સંજના ગણેશન હશે એ લકી ગર્લ? જસપ્રીત બુમરાહ 14-15 માર્ચે ગોવામાં આ સ્પોર્ટ્સ એન્કર સાથે ફેરા ફરે તેવી શક્યતા

ટીમ ઇન્ડિયાનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 14 અને 15 માર્ચના રોજ સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે ગોવામાં લગ્ન કરે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જસપ્રીત અને સંજનાએ પોતાની લગ્નની વાતને સાયલેન્ટ અફેર રાખી છે, બંને તરફથી હજી સુધી લગ્ન અંગે કોઈપણ પ્રકારની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં જ જસપ્રીતે અંગત કારણોને લીધે ઈંગ્લેન્ડ […]

Top Stories Sports

ટીમ ઇન્ડિયાનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 14 અને 15 માર્ચના રોજ સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે ગોવામાં લગ્ન કરે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જસપ્રીત અને સંજનાએ પોતાની લગ્નની વાતને સાયલેન્ટ અફેર રાખી છે, બંને તરફથી હજી સુધી લગ્ન અંગે કોઈપણ પ્રકારની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

હાલમાં જ જસપ્રીતે અંગત કારણોને લીધે ઈંગ્લેન્ડ સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત લઈ લીધું હતું. બુમરાહે ચોથી ટેસ્ટમાં ન રમવાનો નિર્ણય લીધો હતો. તેને T-20 શ્રેણીમાં પણ આરામ આપવામાં આવ્યો છે.

BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે બુમરાહને લગ્ન માટે વધુ સમય જોઈતો હતો એ કારણથી તેણે અંતિમ ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત લેવા કહ્યું હતું. હવે લગ્ન બાદ બુમરાહ સીધો આઈપીએલ 2021માં જ ક્રિકેટના મેદાન પર પરત ફરશે.

ગયા વર્ષથી સંજના સાથે લિંક-અપ્સની વાતો

ગયા વર્ષે જસપ્રીતના સ્ટાર સ્પોર્ટ્સની પ્રેઝેન્ટર સંજના ગણેશન સાથે લિંક-અપ્સની વાતે જોર પકડ્યું હતું. સંજનાએ ગયા વર્ષે સ્ટાર સ્પોર્ટ્સમાં KKR ફેન શોનો પણ ભાગ રહી હતી. એવામાં ઘણા ફેન્સ માની રહ્યા છે કે બુમરાહ-સંજના આગામી અઠવાડિયા પ્રભુતામાં પગલાં ભરશે.

https://twitter.com/cric_neaz/status/1368884131086565383?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1368884131086565383%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2F